Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 294
________________ તૃતીય પરિ : પશનુમાન ૨૫૩ આ પછી ખંડ 7માં આખી ચર્ચાના નિષ્કર્ષરૂપે વિસહનિવર્તનની પ્રક્રિયામાં કમ-સેકમ તૃતીય ક્ષણ સુધી તો ઇષ્ટ ફળ માટે રાહ જોવી તાર્કિક રીતે અનિવાર્ય છે એ વાત ભારપૂર્વક કહેવાઈ છે. 9: દીવાનો પ્રકાશ ઓરડામાં હમેશા સર્વત્ર ન ફેલાતાં અમુક હદ સુધી જ ફેલાય છે. તેમ જ ખુદ દીવા તળે પણ અંધકાર હોય છે એનો ખુલાસે અહીં કરાયો છે. ખંડ 5માં પ્રકાશને જે ક્રમિક દેશિક પ્રસાર વર્ણવ્યું છે એની મર્યાદા અહી બતાવાઈ છે. પ્રકાશ પોતાની નિકટના અંધકારને જ દૂર કરી શકે એમ કહ્યું એને અર્થ એ નહિ કે નિકટના અંધકારને દૂર કરે જ. એ સ્થિતિમાં તો આખા સૈલેજ્યમાંથી અંધકાર નાબૂદ થાય. એટલે જે દિશામાં પ્રકાશની ગતિ કરવાની શક્તિ એક યા બીજા કારણે ન હોય તે દિશાના કે પ્રદેશના નિકટ-સ્થિત અંધકારને પણ પ્રકાશ દૂર નહિ કરે એમ અહીં કહેવાયું છે. 11 : પm૦ અને “તાત્પર્યનિબન્ધન” ટીકા મુજબ પૂવપક્ષી તે ચાવ પર ટીકા લખનાર શાન્તભદ્ર ઇત્યાદિ પૂર્વ ગ્રંથકારે છે. એ પૂવપક્ષીઓના અને ધર્મોત્તરના મંતવ્ય વચ્ચે થોડુંક જ અંતર હોય એમ આ ચર્ચા પરથી લાગે છે. બંને પક્ષો એટલું તે સ્વીકારે છે કે અંધકારક્ષણ અને તે પછી પ્રવનાર પ્રકાશક્ષણ વચ્ચે વિરોધ નથી, જન્યજનકભાવ જ છે. છતાં પ્રકાશક્ષણસમૂહના આરસના અન્વયે અંધકારક્ષણસમૂહની નિવૃત્તિ થતી હોવાથી ધર્મોત્તર બે સંતતિ વચ્ચેના વિરોધને વાસ્તવિક માને છે, જ્યારે શાન્તભદ્રાદિ તેને કાલ્પનિક જ માને છે તે માટે જ આચાર્ય સૂત્રમાં વિષતિ: ( = વિધવ્યવહાર) શબ્દ વાપર્યો છે એમ કહે છે. લેકમાં એ વિધકહેવાય છે એટલું જ, વાસ્તવમાં વિરોધ છે જ નહિ એવું એમાંથી સૂચવાય છે. પ્રમાં પૂર્વપક્ષનું જે અવતરણ આપ્યું છે તેમાં આમ કહ્યું છે : “પ્રકાશાદિને પૂર્વે ઉત્પન્ન થયેલા અંધકારાદિ સાથે વિરોધ ન હોઈ શકે, કારણ કે તે અંધકારાદિ પૂર્વોપન્ન હાઈ પ્રકાશાદિની ક્ષણે ભૂતકાળગ્રસ્ત છે. વળી પ્રકાશાદિને હવે પછી ઉત્પન્ન થનારા અંધકાર સાથે ય વિરોધ ન સંભવે; કારણ કે તે અનાગત હોઈ પ્રકાશાદિની પૂર્વેક્ષણ પ્રત્યે અસત્ છે. વળી પ્રકાશને [ દ્વિતીય ક્ષણભાવી ] વતમાન અંધકાર સાથે ય વિરોધ નથી; કારણ કે એ અંધકારક્ષણ તો [ નિકટસ્થિત ] પૂર્વ પ્રકાશક્ષણમાંથી જન્મે છે, નિવૃત્તિ પામતી નથી. આમ જે બે વચ્ચે વિરોધ માની શકીએ તે બે કદી સહાવસ્થિત ન હોવાથી વિધિ સંબંધ કે જે “ષ્ઠિ' અર્થાત્ બે વચ્ચે સંભવે, તે શક્ય બનશે નહિ.” ધર્મોત્તર વિરોધ દ્વિષ્ઠ નથી તેમ તે કબૂલે જ છે, પરંતુ ઉમેરે છે કે કાર્યકારણભાવ જેટલે અંશે વાસ્તવિક માનીએ તેટલે અંશે તે વિરોધને પણ વાસ્તવિક માનવો જ રહ્યો. અહીં ધર્મોત્તર પૂર્વપક્ષી સાથે વિરોધ તાત્વિક નહિ પણ શાબ્દિક જ લાગે છે. સૂત્ર ૭૫ : 3: “યથા = નીરું ... વીતાહિમવતિ ': વ્યાકરણદષ્ટિએ આ વાક્યમાં પરિહરણક્રિયાનું કર્મ સ્વામાન છે તેમ અમાવામારિ વીતાદ્રિ પણ છે. આ સરળ અન્વયને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318