Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 300
________________ ૨૯ તૃતીય પરિષદ : પરાર્થનુમાન વક્તવ્યને ધ્યાનમાં લીધા વિના જ આને અનુવાદ થયેલ જણાય છે. તેથી તે ' વક્ષધર્મ' શબ્દનો પણ ‘હેતુ” ( = middle term ) એ અર્થ કરવાને બદલે તેઓ 4. minor-premise ' (= પટ્સમાં હેતુની સત્તાનું કથન ) અર્થ લે છે અને એ minor.premise પણ વ્યાuિસહિતનું (m ajor-premise સહિતનું ) કપે છે ! - 7 : દુઇ મુજબ પ્રથમ વાક્યમાં હેતુથી સંશજ્ઞાન થાય તેવાં ત્રણ સ્થળે બતાવ્યાં છે – જેમને અનાન્તિકના જ પ્રકાર ગણી શકાય. ( આ પછીના વિધાનમાં પ્રસ્તુત સૂત્રમાં ઉદાહત એવા અસાધારણ અનૌકાતકનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. ) એ આ વાવમાં ચાર વિશેષણોને આધારે ચાર પ્રકારના સંશયકારક અનેકાતિક હેત્વાભાસે તારવે છે. પરંતુ વિચારતાં દુર્વેકને મત ઠીક લાગે છે. (ચે એ આનાં આપેલા ઉદાહરણો પણ સદોષ છે.) એ ત્રણ પ્રકાર આ છે : ૧. સપક્ષ અને વિપક્ષ ઉભયમાં જોવા મળેલો હેતુ તે સાધારણ અનેકનિક, ૨. જે હેતુ સપક્ષ એવાં ઉદાહરણોમાં જોવા મળ્યો હોય પણ વિપક્ષમાં તે ન જ હોઈ શકે એવો નિશ્ચય ન થતાં તે બાબતમાં સંદેહ રહેતો હોય તેવો સન્દિષ્પવિપક્ષવ્યાવૃત્તિક હેતુ, ૩. જે હેતુ લવ સર્વ ( = અન્વય) સદિગ્ધ હોય પણ વિપક્ષે કરવું ( = વ્યતિરેક ) અસિદ્ધ હોય તેવો સધિયો સિદ્ભસ્થતિરે (ખરેખર અહીં રિક્ષાવયાસિદ્ગતિરો એવો એક પદવા પ્રયોગ દષ્ટ જણાય છે. ) આમ આ ત્રણમાંથી પ્રથમ પ્રકાર નિશ્ચિત એવા અનન્વય અને નિશ્રિત એવા વ્યતિરેક ભાવવાળે છે, જ્યારે બાકીના બે પ્રકારોમાં એ બંને રગે વારાફરતી સંશય રહે છે, ' સૂત્ર ૧૦૨ : સૂત્રની અવતરણિકા સૂત્રના મુખ્ય વક્તવ્યને લક્ષતી જણાતી નથી. વિનીતદેવ આ સૂત્રના બે ભાગ કરે છે, જેમાં પહેલો ભાગ “પ્રાતિ' પદ સુધી છે. એ રીતે બનતા પહેલા સૂત્રના ટીકામાં અહીં ધર્મોત્તરે અવતરણિકામાં કહેલે મુદ્દો નિર્દેશ છે, જે એ નાના સૂત્રને અનુરૂપ છે, જ્યારે અહીં તે ગૌણ મુદ્દો છે. સૂત્ર ૧૫ : આ સૂત્રની અવતરણિકામાં તાત્વિક પ્રશ્ન રજૂ થયો છે. બૌદ્ધ દૃષ્ટિએ આત્મા. જ શશશૃંગવત અવસ્તુ છે. તેથી “સાત્મક’ પણ અવસ્તુ છે. અને અવસ્તુ એવા સાત્મક સાથે કશાન અન્વય કે વ્યતિરેક પણ ન હોઈ શકે; કારણ કે અન્વય માટે બંને અન્વયીઓ સત ( = વસ્વરૂ૫) વા ઘટે અને વ્યતિરેક માટે પણ વિશ્લેષ પામનાર ભાવો સત હોવા ઘટે. વળી ધર્મોત્તરે રજૂ કરેલા પ્રશ્નને ઉત્તરાર્ધ પૂરે કરવા એ પણ કહેવું પડે કે જો સાત્મક એ શશશૃંગવત અસત્ હોય તો અનાત્મક પણ શશશૃંગાભાવવત તુચ્છ અભાવરૂપ બની જાય છે. એથી અનાત્મક સાથે પણ પ્રાણદિને અથ અને વ્યતિરેકની કલ્પના અસત છે. અત્રે રજૂ થયેલ પ્રશ્ન આમ તાત્વિક હોવા છતાં અહીં સૂત્રોમાં એ પ્રશ્નનો જવાબ અપાય જણાતો નથી. એટલે સત્રના પ્રતિપાદન સાથે આ પ્રશ્ન અસંબદ્ધ જ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318