Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 299
________________ ર૫૮ ન્યાયાબિન્દુ ટિપ્પણ અહીં દુક નોંધે છે કે “ અસાધારણ અનૈતિક હત્યા માપમાં અપ્રતિપત્તિ એ ફેલ છે” તેવા ઉદ્યોતકરના મતને નિરાસ કરવા માટે ધર્મોત્તરે આ સૂત્રની ટીકામાં પ્રયત્ન કર્યો છે. અપ્રતિપત્તિ અને સંશય એ બે ફલની ભિન્નતા શી એ વિચારણીય છે. ધર્મોત્તરની દષ્ટિએ સંશય એ ક્રિકેટિક જ્ઞાન છે. જે બેથી વધારે કેટીમાં અવગાહન કરનારું જ્ઞાન હોય તે સંશયજ્ઞાન ન ગણાય એવું તેમનું મંતવ્ય જણાય છે. એવા જ્ઞાનને તેઓ “અપ્રતિપત્તિ ની કેટીમાં મૂકતા જાય છે. પરંતુ અહીં એક પ્રશ્ન એ થાય કે હેતુની પક્ષમાં સત્તાથી જયારે સાધ્યધમ અંગે નિશ્ચય ન થાય ત્યારે ખરે ખર સાધ્યસત્તા કે સાધ્યાભાવ – એ બે કટીવાળું જ જ્ઞાન થશે. એટલે બેથી વધારે કોટીવાળું જ્ઞાન સંભવશે જ નહિ. ને તે પછી અપ્રતિપત્તિરૂપ ફલ ક્યાંય સંભવશે નહિ. અપ્રતિપત્તિમાં કઈ જ્ઞાન જ હેતું નથી – ઉપેક્ષાને કારણે – એમ કહી આનું સમાધાન કરી શકાય. અહીં ખેંધવું જોઈએ કે “રાવવાથી તાવારી તોમાં સર્વત્ર વસ્તુન: વહાલુ ' એ વિધાનને અન્ય રીતે ઘટાવીને ? પક્ષમાં હેતુના અસ્તિત્વથી પક્ષ વિષે જે બે શકય સભ્યોને સંશય થાય તે સાથે હેતુસત્તાનાં સર્વ સ્થળોને આવરી લેતાં હોય ત્યારે દિકટિક સંશય થાય - આવો અર્થ તારવી શકાય. અહીં ‘સવaeતુનઃ ”માં “સર્વ'ને અથ અવિશેષે “જગતનાં સર્વ સ્થળ ' નહિ, પણ “ઉક્ત હેતુની સત્તાવાળાં સવ સ્થળે” એ વિશિષ્ટ અથ લીધો છે. ટિમાં અપ્રતિપત્તિરૂપ ફલ પક્ષમાં કેવા હેતુની સત્તાથી સંભવે તે બતાવવા “શરાવિષાણા”િ એવું ઉદા આપ્યું છે. આને અર્થ એ કે જયારે અસત્ એ હેતુ કહ્યો હોય ત્યારે જ અપ્રતિપત્તિ સંભવે. અસિદ્ધ હેત્વાભાસમાં આમ જ બને છે એથી સત એવા હેતુના કથનથી સાધ્ય અંગે અનિશ્ચય થાય તો તે સંશયરૂપ જ ગણાય એવું તે ગ્રંથ. કારનું મંતવ્ય ફલિત કરી શકાય. પણ ધર્મોત્તરની નિશ્ચય કે સંશયથી અન્ય એવી તૃતીય કેટીની વાતને અહીં સીધો ખુલાસે મળતું નથી. કદાચ અહીં તૃતીય કટી તે ‘સાધ્ય સાધાભાવના નિર્ણયની અપ્રસ્તુતતા ' એ પ્રકારની અભિપ્રેત હોય. ટૂંકમાં અગ્નિકાન્તિકના સર્વ પ્રકારોમાં અદ્ધિ કે સંદિગ્ધ એવી વ્યાપ્તિવાળે પરંતુ સ્વરૂપે સંત એ પદાર્થ હેતુ તરીકે કહ્યો હોઈને સંશયજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય જણાય છે. 4 : ‘પામ્યાં હ્યાા૨ાખ્યાં...ફાનયાત્ ' : હેતુ ( = પક્ષધર્મ)ની સત્તાથી પક્ષગત શક્ય સાધ્યની બે કટી જ સંભવે એમ હોય ત્યારે તે ક્રિકોટિક જ્ઞાન થતું હોઈને સંશયજ્ઞાન થશે. અને બેથી વધુ કેટી સંભવે તે તેને અતિપત્તિનું કારણ ગણવામાં આવ્યું છે – આવું અહીં કહેવાયું છે. પરંતુ આ બે વિધાનને ચેરબાસ્કીને અનુવાદ અત્યંત વિસંગત છે. આમાં આવતા ‘ન સંપાય:' એ શબ્દનો અર્થ નિશ્ચય થાય છે ? તે કરે છે, ખરેખર તે “અપ્રતિપત્તિ પરિણમે છે ' એવો એનો અર્થ છે. આગળ-પાછળના સમગ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318