________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
વગેરે નામોથી કહેવાય છે. આ પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણમાત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેનાં તેના સર્વ ઝાવાં (દ્રવ્યલિંગી મુનિનાં વ્યવહાર-રત્નત્રય સુદ્ધાં) સર્વથા વ્યર્થ ગયાં છે. માટે આ પરમાગમનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ અથવા *આશ્રય કરાવવાનો છે. શાસ્ત્રકાર આચાર્યભગવાને અને ટીકાકાર મુનિવરે આ પરમાગમના પાને પાને જે અનુભવસિદ્ધ પરમ સત્ય પોકાર્યું છે તેનો સાર આ પ્રમાણે છે : હે જગતના જીવો! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મતત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મતત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામી જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાતત્ત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યજ્ઞાન છે, તે જ સમ્યક ચારિત્ર છે; તે જ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત્ત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિર્જરા, ધર્મ-શુકલધ્યાન વગેરે બધુંય છે. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય હોય. પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય એવા ભાવોનેવ્યવહારપ્રતિક્રમણ, વ્યવહારપ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને-મોક્ષમાર્ગ કહેવામાં આવે છે તે તો કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. પરમાત્મતત્ત્વના મધ્યમ કોટિના અપરિપકવ આશ્રય વખતે તે અપરિપકવતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ અંશ વિદ્યમાન હોય છે તે અશુદ્ધિરૂપ અંશ જ વ્યવહારપ્રતિક્રમણાદિ અનેક અનેક શુભ વિકલ્પાત્મક ભાવારૂપે દેખાવ દે છે. તે અશુદ્ધિ-અંશ ખરેખર મોક્ષમાર્ગ કેમ હોઈ શકે ? તે તો ખરેખર મોક્ષમાર્ગથી વિરુદ્ધ ભાવ જ છે, બંધ ભાવ જ છે-એમ તમે સમજો. વળી, દ્રવ્યલિંગી મુનિને જે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વગેરે શુભ ભાવો હોય છે તે ભાવો તો દરેક જીવ અનંત વાર કરી ચૂકયો છે પરંતુ તે ભાવો તેને કેવળ પરિભ્રમણનું જ કારણ થયા છે કારણ કે પરમાત્મતત્ત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવપરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશમાત્ર પણ હોતી નથી. સર્વ જિનંદ્રોના દિવ્ય ધ્વનિનો સંક્ષેપ અને અમારા સ્વસંવેદનનો સાર એ છે કે ભયંકર સંસારરોગનું એકમાત્ર ઔષધ પરમાત્મતત્ત્વનો આશ્રય જ છે. જ્યાં સુધી જીવની દૃષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મતત્ત્વ ઉપર ન પડતાં ક્ષણિક
* “હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છું” એવી સાનુભવ શ્રદ્ધાપરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મતત્વનો આશ્રય, પરમાત્મતત્ત્વનું આલંબન, પરમાત્મતત્ત્વ પ્રત્યે ઝોક, પરમાત્મતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સંમુખતા, પરમાત્મતત્વની ઉપલબ્ધિ, પરમાત્મતત્ત્વની ભાવના, પરમાત્મતત્ત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com