Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 15
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પરમ પૂજ્ય બહેનશ્રી ચંપાબેન પ્રત્યે પણ, આ અનુવાદની પૂર્ણાહુતિ કરતાં, ઉપકારવશતાની ઉગ્ર લાગણી અનુભવાય છે. જેમનાં પવિત્ર જીવન અને બોધ આ પામરને શ્રી નિયમસાર પ્રત્યે, નિયમસારના મહાન ર્જા પ્રત્યે અને નિયમસારમાં ઉપદેશેલા વીતરાગવિજ્ઞાન પ્રત્યે બહુમાનવૃદ્ધિનાં વિશિષ્ટ નિમિત્ત થયાં છે, એવાં તે પરમ પૂજ્ય બહેનશ્રીનાં ચરણકમળમાં આ હૃદય નમે છે. આ અનુવાદમાં અનેક ભાઈઓની હાર્દિક મદદ છે. માનનીય મુરબ્બી વકીલ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશીએ પોતાના ભરચક ધાર્મિક વ્યવસાયોમાંથી સમય કાઢીને આખો અનુવાદ બારીકાઈથી તપાસ્યો છે, યથોચિત સલાહ આપી છે અને અનુવાદમાં પડતી નાનીમોટી મુશ્કેલીઓનો પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો કરી આપ્યો છે. ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ પણ અનુવાદનો ઘણો ભાગ ચીવટથી તપાસી ગયા છે અને પોતાના સંસ્કૃત ભાષાના તેમ જ શાસ્ત્રોના જ્ઞાનના આધારે ઉપયોગી સૂચનાઓ કરી છે. બાળબ્રહ્મચારી ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આખો અનુવાદ બહુ જ ઝીવણટથી તપાસી ઘણી ઉપયોગી સૂચનાઓ કરી છે, હસ્તલિખિત પ્રતોના આધારે સંસ્કૃત ટીકા સુધારી આપી છે, શુદ્ધિપત્રક, અનુક્રમણિકા, ગાથાસૂચિ, કળશસૂચિ વગેરે તૈયાર કર્યા છે, તેમ જ પ્રફ તપાસ્યાં છે–આમ અતિશય પરિશ્રમ ને કાળજીપૂર્વક સર્વતોમુખી સહાય કરી છે. કિશનગઢવાળા ભાઈશ્રી પં, મહેંદ્રકુમારજી પાટનીએ સંસ્કૃત ટીકામાં આવતા શ્લોકોના છંદોનાં નામ લખી મોકલ્યાં છે. આ સર્વ ભાઈઓનો હું અંત:કરણપૂર્વક આભાર માનું છું. તેમની સહૃદય સહાય વિના આ અનુવાદમાં ઘણી ઊણપો રહી જવા પામત. આ સિવાય જે જે ભાઈઓની આમાં મદદ છે તે સર્વનો હું ઋણી છું. આ અનુવાદ મેં નિયમસાર પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજ કલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે. અનુવાદ કરતાં શાસ્ત્રના મૂળ આશયોમાં કાંઈ ફેરફાર ન થઈ જાય તે માટે મેં મારાથી બનતી તમામ કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞતાને લીધે તેમાં કાંઈ પણ આશય ફેર થયો હોય કે ભૂલો રહી ગઈ હોય તો તે માટે હું શાસ્ત્રકાર શ્રી કુંદકુંદાચાર્યભગવાન, ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ, પરમકૃપાળુ શ્રી સદ્ગુરુદેવ અને મુમુક્ષુ વાંચકોની અંતરના ઊંડાણમાંથી ક્ષમા યાચું છું આ અનુવાદ ભવ્ય જીવોને શાશ્વત પરમાનંદની પ્રાપ્તિ કરાવો, એ મારી હાર્દિક ભાવના છે. જે જીવો આ પરમેશ્વર પરમાગમમાં કહેલા ભાવોને હૃદયગત કરશે તેઓ અવશ્ય સુખધામ કારણપરમાત્માનો નિર્ણય અને અનુભવ કરી, તેમાં પરિપૂર્ણ લીનતા પામી, શાશ્વત પરમાનંદદશાને પ્રાપ્ત કરશે. જ્યાં સુધી એ ભાવો હૃદયગત ન થાય ત્યાં સુધી આત્માનુભવી મહાત્માના આશ્રયપૂર્વક તે સંબંધી સૂક્ષ્મ વિચાર અને ઊંડું અંતરશોધન ક્તવ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 402