Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
કાળજી વગેરેને કાબૂમાં લે છે; એની લતનો હ્રાસ કરે છે અને એ બહુ જરૂરી છે. નહિતર મોક્ષદ્રષ્ટિના એ પાકા વિરોધી છે. ત્યારે જો મોક્ષદષ્ટિ ન ટકી તો તો પછી જરાય ઊંચે વધવાનો અવકાશ જ નથી. યમ-નિયમમાં આગળ વધતાં આસન એટલે કે મનઃસ્વૈર્ય અને પ્રાણાયામ એટલે કે બાહ્યવૃત્તિ-નિરોધપૂર્વક આંતવૃત્તિ-વિકાસને સાધવામાં આવે છે. એમાં તો આત્મામાં એટલું બધું બળ ઊભું થાય છે કે એ જીવનમાં એક માત્ર ધર્મને જ સર્વસ્વ માને છે. ધર્મ ખાતર પ્રાણ ત્યજવાની તૈયારી હોય છે, પણ પ્રાણ બચાવવાના લોભમાં ધર્મ હરગીજ છોડવા એ તૈયાર નથી. આ સ્થિતિએ પહોંચેલો છતાં સમ્યક્ત્વ ન પામ્યો હોય એવું ય બને છે. છતાં ત્યાં મિથ્યાત્વનું જોર ઘણું ઘણું મંદ પડી ગયું છે. ત્યારે વિચારો કે મિથ્યાત્વની મંદતા કરવામાં સમ્યક્ત્વની ગેરહાજરીમાં પણ આત્માએ કેટકેટલી અનેકવિધ શુભ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ દ્વારા કેટલો બધો વિકાસ સાધ્યો હોય છે. એ વૃત્તિ-પ્રવૃત્તિઓમાં એને મોક્ષદષ્ટિ જાગૃત છે તેથી સંસારવૃદ્ધિ નથી થતી, પણ ઊલટું સંસાર કપાઇ રહ્યો હોય છે. મોક્ષની નજીક જઇ રહ્યો હોય છે. આ બધી સાધનાની પરવા ન કરે અને નિશ્ચયમાર્ગ -નિશ્ચયમાર્ગના ચકડોળે ચઢી જાય તો સંસારમાં રૂલે જ ને? કે બીજું કાંઇ થાય?
૨૬૦
ઉપરની બધી સાધનામાં ક્યાંય દુરાગ્રહ નથી હોતો, તેમજ સાંસારિક સુખ કીર્તિ વગેરેની આશંસા નથી હોતી, એ નિશ્ચય તરફની અનુકૂળતા છે.
સમ્યક્ત્વ હવે આવેછે સમ્યક્ત્વનું પગથીયું. એમાં જિને કહેલા તત્ત્વ ઉપર અનન્ય રુચિ જગાવવાની છે; તત્ત્વોને હૈયામાં પરિણત કરવાના છે. એ સ્થિતિએ પહોંચવા માટે ‘યોગબીજના સંગ્રહ'માં કહેલી સાધના જોરદાર બનવી જોઇએ.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322