Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 307
________________ ૨૬૪ સુપાત્રદાન, અર્હપૂજા, ભોજન, ધર્મપ્રધાન અર્થચિંતા, ધર્મે ધનબુદ્ધિ, વિધિ ભોજન, પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ - છ આવશ્યક, શિષ્ટાચારશ્રવણ, સાધુભક્તિ, સામાયિકાદિ યોગનો અભ્યાસ, નમસ્કારાદિ ચિંતન, વિધિનિદ્રા, મોહગર્હા, સૂક્ષ્મવિચારણા વગેરે. આ શ્રાવકપણું અને શ્રાવકની ચર્ચા પણ નિશ્ચય યુક્ત વ્યવહારની સાધના સ્વરૂપ બની આત્માની ઉન્નતિને પ્રેરે છે. શ્રાવક ધર્મની યોગ્યતાના ૨૧ ગુણ - જૈન શાસ્ત્રકારો કહે છે કે ધર્મ એ રત્ન છે; મનુષ્યભવરૂપી બજારમાં એને ખરીદી શકાય; પરંતુ ખરીદવા માટે ગુણોરૂપી સોનાનાણું જોઇએ. એવા ગુણો એકવીસ છે. તે આ પ્રમાણે - (૧) અક્ષુદ્રતા, (૨) સુરૂપતા (પંચેન્દ્રિય પટુતા), (૩) સૌમ્યપ્રકૃતિ, (૪) લોકપ્રિયતા, (૫) દયાલુતા, (૬) મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ, (૭) અક્રૂરતા, (૮) પાપભીરુતા, (૯) અશઠતા, (૧૦) સુદાક્ષિણ્ય, (૧૧) લાલુતા, (૧૨) ગુણાનુરાગ, (૧૩) પાપકથા વર્જીસત્કથારસ, (૧૪) સુદીર્ઘદર્શિતા, (૧૫) સુપક્ષ-યુક્તતા, (૧૬) વિશેષજ્ઞતા, (૧૭) વૃદ્ધાનુસરણ, (૧૮) વિનીતતા, (૧૯) કૃતજ્ઞતા, (૨૦) પરહિતકારિતા અને (૨૧) લબ્ધલક્ષ્યતા (ધ્યેયની ચોક્સાઇ). આ બધા અથવા ઓછાવત્તા ગુણોથી ભાવશ્રાવકપણાના પગથીએ ચઢી શકાય છે. ભાવશ્રાવકના ક્રિયાગત લક્ષણો-આત્માની ઉન્નતિ સાધનારો જીવ હવે હૃદયથી શ્રાવક બનીને મુખ્ય છ લક્ષણો અને એના અનેક પેટાભેદને ક્રિયામાં ઉતારે છે; તેથી એને ક્રિયાગત લક્ષણ કહે છે. ત્યારે બીજા સત્તર લક્ષણ હૃદયના ભાવમાં ઉતારે છે; એટલે એ ભાવગત લક્ષણ કહેવાય છે. ક્રિયાગત લક્ષણોમાં - (૧) વ્રત-કર્મ કરનારો, (૨) શીલવાન, (૩) ગુણવાન, (૪) ઋજુવ્યવહારી, (૫) ગુરુની શુશ્રુષા કરનારો ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322