Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 311
________________ ૨૬૮ વચલા કોક પગથીયાં કૂદીને ય ઉંચે ચઢે છે. છતાં એટલું તો છે જ કે સહજભાવમલનો ક્ષય, અપુનબંધક દશા, ભવોગ, મોક્ષરુચિ અને સમ્યકત્વ - એટલું તો અવશ્ય પ્રાપ્ત કરવું જ પડે છે. પછી સમકિતી જીવ બહુ પરાક્રમી બને તો શ્રાવકપણું પામ્યા વિના અગર પ્રતિભાવહન વિના સાધુપણું લેનારો થાય, એવું બની શકે છે. છતાં જયારે એ પ્રશ્ન કરવામાં આવે કે – આપણામાં સહજ-ભાવમલ-ક્ષય અને અપુનબંધક દશા નક્કી કરવી હોય તો શું કરવું? તો એનો ઉત્તર એ મળે કે એ બંનેના ત્રણ ત્રણ લક્ષણો જીવનમાં જીવવા માંડો. એથી ખાતરી થશે. એવી રીતે એ જીજ્ઞાસા થાય કે, સાચી મોક્ષરૂચિ શી રીતે જગાવવી? તો એના માટે એમ કહેવાય કે યોગની પૂર્વસેવાનું જીવન અને માર્ગાનુસારી જીવન જીવવા માંડો. એવી રીતે, સમ્યકત્વ પ્રગટ કરવા કે નક્કી કરવા શું કરવું ? એ પ્રશ્નના ઉત્તરમાં એમ કહેવાય કે એમાં મોક્ષરૂચિ સાથે શ્રી વીતરાગ સર્વશ તીર્થકર ભગવંતના વચન ઉપર અનન્ય શ્રદ્ધા કામ કરે છે. પરંતુ એ કેળવવા માટે અનેક ઉપાયોની સાધના કરવી જોઈએ છે. દા.ત. યોગબીજોનો સંગ્રહ, યમ-નિયમ વગેરે યોગના અંગો, નિગ્રંથ સાધુગુરુના આલંબને યોગની પૂર્વસેવા, વગેરેની સાધના જરૂરી છે. એને સાદા શબ્દોમાં એમ કહેવાય કે જિનેન્દ્રદર્શન-વંદન-પૂજન, નિગ્રંથ આચાર્ય-ઉપાધ્યાય-સાધુ મહર્ષિઓની ઉપાસના, સમાગમ-શુશ્રષા, મૈત્રી આદિ ચાર ભાવના, જિનવાણી-શ્રવણ, જૈન શાસ્ત્રાધ્યયન, જૈન તત્ત્વજ્ઞાન પરિચય, અહિંસા સત્યાદિ ગુણો-કષાય નિરોધ-ઇન્દ્રિય નિગ્રહ અને અનિત્યાદિ ભાવના વિષે સબળ પુરુષાર્થ, દયા-દાન-શીલ-ત્યાગતપ-પરોપકાર-વ્રત-પચ્ચકખાણ-સામાયિક-પૌષધ... યાવત્ જરૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322