Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 313
________________ ૨૦૦ ગુમાવી ૫૨ ઘર એવા સંસારની પરતંત્રતાની ને અશુદ્ધ અવસ્થાની બેડીમાં જકડાયો છે એને એ બેડીઓમાંથી મુક્ત કરી મૂળ શુદ્ધ મોક્ષની અવસ્થામાં ઝીલતો કરી દેવો, કહો જો આ લક્ષ્યમાં નિશ્ચયદષ્ટિની ક્યાં ગેરહાજરી કે ઓછાશ છે ? સાધક ઠેઠ યોગની પૂર્વસેવાથી માંડીને અહીં દેશવિરતિ યોગની ઉપાસના કરવા સુધી પહોંચ્યો છે, એમાં બધેજ લક્ષ્ય આ છે. હૃદયના કોઇ ખૂણામાં એને મોક્ષના બદલે સ્વર્ગના સુખ ને શુદ્ધના બદલે અશુદ્ધ અવસ્થા નથી જોઇતી. ત્યારે તત્ત્વની માન્યતા પણ કેવી છે કે પોતાનો આત્મા અસલી સ્વરૂપે અનંત જ્ઞાન અને અનંતસુખાદિ સ્વરૂપે હોવા છતાં સંજ્ઞાઓ, કષાયો, હિંસાદિ પાપકૃત્યો અને મિથ્યાત્વાદિ આસ્રવો સેવી સેવીને કર્મના બંધનમાં પડ્યો છે અને તેથી સંસારમાં ભટકી રહ્યો છે. જો એને એમાંથી મુક્ત કરવો હોય તો આસ્રવો મૂકી દેવા સાથે સર્વજ્ઞ શ્રીજિનેશ્વરદેવે ફરમાવેલ ધર્મકર્તવ્યો (શુભ આસ્રવ), સંવર અને નિર્જરા-માર્ગનું આરાધન કરવું જોઇએ. એ આરાધના ક્રમસર વધતાં વધતાં મિથ્યાત્વ-સંજ્ઞા-કષાય-પાપવૃત્તિઓ નામશેષ થતાં આરાધના પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યાં આત્મા ૫૨માત્મા બને છે! વીતરાગ અનંતજ્ઞાની ભગવાન બને છે ! કહો જો, તત્ત્વદર્શનમાં ક્યાં ખામી છે ? ક્યાં એ ક્રિયામાર્ગ જે આરાધે છે તે મૂઢની જેમ આરાધે છે ? નિર્મળ તત્ત્વજ્ઞાન, દર્શનશુદ્ધિ અને મહાવિવેકપૂર્વકની એની સમ્યક્ પ્રવૃત્તિ છે. નિજના આત્માને પરમશુદ્ધ આત્મા બનાવવાના જ એક લક્ષ્યથી જિનાજ્ઞાપાલનની અને જિનેશ્વરદેવ તથા સંયમી મહાવ્રતી ગુરુઓના ગુણગાનસત્કાર-ભક્તિ-બહુમાન અને સતત સ્મરણ-શરણની એટલી એને રઢ લાગી હોય છે કે એ સાચો નિશ્ચયયુક્ત વ્યવહારને આરાધે છે. તો જ તે ઉન્નતિની પરાકાષ્ઠા સુધી ચઢી શકે છે. સાધુ બનવાની યોગ્યતાના ૧૬ ગુણ :- હવે ગૃહવાસ છોડી નિગ્રંથ સંન્યાસ દીક્ષાના માર્ગે ઉન્નતિનો ઇતિહાસ જોઇએ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322