Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 314
________________ ૨૭૧ પહેલાં એનામાં દીક્ષાની યોગ્યતાના સોળ ગુણો જોઇએ; તે આ૧. આર્યદેશજન્મ, ૨. વિશિષ્ટજ્ઞાતિકુળ, ૩. ક્ષીણપ્રાય અશુભ કર્મી, ૪. વિમળબુદ્ધિ, ૫. સંસારની નિર્ગુણતાનો જ્ઞાતા, ૬. સંસારથી વિરક્ત, ૭. અલ્પકષાયી, ૮. અલ્પહાસ્યાદિ, ૯. કૃતજ્ઞ, ૧૦. વિનીત, ૧૧. ગૃહવાસમાં રાજાદિને માન્ય, ૧૨. દ્રોહકારી નહિ, ૧૩. અક્ષત ઇન્દ્રિય અંગોપાંગવાળો, ૧૪. મહાશ્રદ્ધાળુ, ૧૫. સ્થિર અને ૧૬. ઉપસંપન્ન. આ યોગ્યતાના ગુણોની ખીલવણી કરવા માટે આત્માને ખૂબ ખૂબ મથવું પડે છે. અનાદિના ગાઢ કુસંસ્કારોથી વાસિત જીવ તો ભારે કર્મી, મલિનબુદ્ધિ, સંસારાસક્ત, મહાકષાયી, હાસ્યાદિપૂર્ણ, અભિમાની વગેરે દોષગ્રસ્ત હોય છે. એના એ રીઢ વલણ ફેરવવા માટે કેટકેટલી સમજવાળી તપસ્યાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. નૂતન મતીની જેમ ખાલી શુદ્ધ આત્મા અને ક્રમબદ્ધ પર્યાયની વાતો કરવાથી કશું ન વળે. ખરો નિશ્ચય અહીં શાથી ? - આ ગુણોની કેળવણીમાં ખરેખર નિશ્ચયમાર્ગની ય આરાધના આવી જાય છે. કેમ કે મહા નિશ્ચયમાર્ગ આત્માના પરમશુદ્ધ પરિણામને પ્રગટાવવાનો છે. એ માટે અશુદ્ધ પરિણામને સર્વથા ટાળવાના છે. પણ એ તો જ શક્ય બને કે જો અશુભ સંજ્ઞા-કષાય-હિંસાદિના પરિણામ-વલણ મટે. એ માટે શુભ પરિણામકારી પ્રભુભક્તિત્યાગ-તપ-વ્રત સ્વાધ્યાદિ શુભ પ્રવૃત્તિઓની ઉત્કૃષ્ટતાએ પહોંચવું પડે. એની તરફના પ્રયાણ માટે ઉપર કહેલા યોગ્યતાના સોળ ગુણો જરૂરી છે. એની જેમ, હવે જે સાધુતા વર્ણવાશે એનું પણ આત્મપરિણમન એ મહાનિશ્ચયના માર્ગે પ્રયાણ છે. ક્યાં અનાદિની આત્મપરિણામની ખરાબખસ્ત અશુદ્ધતા ! ક્યાં આ ક્રમે એમાં થયેલો જબરદસ્ત હ્રાસ ! પણ તે આવી સાધનાઓથી હો, કોરી નય, નિક્ષેપા ને ષદ્રવ્યની નૂતન મતે કહેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322