Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 320
________________ ૨૭૭ (પેજ નં. ૪૨નું અનુસંધાન ચાલુ) (૧) પહેલું, આશંસા-પ્રણિધાન એ સમસ્ત શુભ અનુષ્ઠાનનું કારણ છે. ‘કારણ હાજર હોય તો જ કાર્ય થાય,’ - એ ન્યાયે કોઈપણ શુભક્રિયા કરતાં પહેાલ આ અત્યંત જરૂરી છે કે એની તીવ્ર આશંસા, ઉત્કટ અભિલાષા, સચોટ પ્રણિધાન કરવું જોઈએ. તે પણ હૃદયમાં એ ભાવ રાખીને કે ભગવાનના પ્રભાવે મારે આ શુભાચરણ પ્રાપ્ત હો.’ દા.ત. ભવનિર્વેદ જીવનમાં ઉતારવો છે, યા ગુરુજનની સેવા-ભક્તિ આચરવી છે, તો પહેલાં હૃદય એની તીવ્ર ચાહના કરે કે પ્રભુના પસાયથી મારા જીવનમાં ભવનિર્વેદ ઝળહળો, મારે ગુરુજનપૂજા બરાબર થાઓ.’ એવું કોઈ પણ ગુણ કે ધર્મનું સેવન, આચરણ, અનુષ્ઠાન, યા દોષની નિવૃત્તિનો પ્રયત્ન આવી આશંસા-ચાહના-પ્રણિધાનપૂર્વકનો જોઈએ. પ્રણિધાનના લાભ : (૧) આશંસા-પ્રણિધાન એ પાયાની વસ્તુ છે. કેમકે એથી મનમાં કલ્યાણ કર્તવ્યનો નિશ્ચય નિર્ધાર થાય છે. (૨) કાર્યનો ઉત્સાહ-વીર્યોલ્લાસ-ભાવોલ્લાસ વધે છે. જાતે સ્વયં તીવ્ર ચાહના કરી છે એટલે સહેજે આ કરવું જ એવી મક્કમતા ૨હે, અને તે-ઉત્સાહ ભાવોલ્લાસ-વીર્યોલ્લાસ સાથે કરાતું જાય. વળી (૩) હાર્દિક આશંસા ઊભી કરી એટલે પછી કાર્ય સાધતાં સ્થિતપ્રજ્ઞતા રહે, અર્થાત્ કાર્યની સ્થિરબુદ્ધિ રહે. ચાહીને આશંસા પ્રણિધાન કરીને એ કરીએ છીએ એટલે પછી પ્રજ્ઞા-બુદ્ધિ ડામાડોળ ન થાય કે ‘ના, હમણાં આની કાંઈ જરૂર નથી. હાલ બીજું કરૂં.' મન નિરુત્સાહ અને અસ્થિર નહિ થાય. તેમજ. (૪) સ્થિતપ્રજ્ઞતા આવી એટલે કાર્ય વખતે બીજા-ત્રીજા વિચારો નહિ આવે. તીવ્ર આશંસાથી નક્કી કર્યું છે કે મારે આ જોઈએ જ, આજ કરવાનું;’ એટલે ચિત્ત હવે એમાં ને એમાં જ રહે એ સહજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322