Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 319
________________ ૨૭૬ અઘાતી નાશ પામે મોક્ષ થાય છે. ધ્યાનમાં કંઈક કમી રહે તો સ્વર્ગ મળે છે. ત્યાંથી ફરી માનવભવ, સમ્યગ્દર્શન, જ્ઞાનચારિત્રની સાધના... એમ કરતાં સર્વકર્મક્ષયે મોક્ષ થાય છે. ઉપર કહ્યું તેમ સાધનાની પગથી-પગથીએ ચઢે તો નિરપેક્ષયતિ ધર્મ અને કેવળજ્ઞાનદાયી ધ્યાન સુધી ચઢી શકે છે. પરંતુ હજી બાળપોથીનું ઠેકાણું ન હોય અને નિશ્ચય સાધનાના એમ.એ.ના વર્ગમાં ઘૂસી જાય તો ? આત્માની ઉન્નતિનો આ બહુ ટૂંકો ઇતિહાસ છે; ઇતિહાસ શું ? માત્ર આછી છાયા છે. એનો સાર એ છે કે અનાદિ અનંત કાળથી આત્મામાં સ્વભાવ જેવા થઈ બેઠેલા, સંજ્ઞાઓ મિથ્યાત્વ-કષાયો-પાપાચરણો વગેરેને તદ્દન નાબૂદ કરવા માટે અનેકાનેક પ્રકારની ક્રમિક કાયિક માનસિકાદિ સાધન જરૂરી છે. ભગવાન તીર્થંકર દેવના વિરહકાલમાં એમની મૂર્તિ, એમનાં આગમ, એમના વચનબદ્ધ આચાર્ય ભગવંતોના શાસ્ત્રો, નિગ્રંથ ગુરુઓ, શાસ્ત્ર અને પરંપરાસિદ્ધ મોક્ષમાર્ગના આચાર-અનુષ્ઠાનઆત્મપરિણતિ વગેરેની ખૂબ ખૂબ ઉપાસના કરી ભવ્ય જીવો આત્મકલ્યાણને સાધો એ જ એક શુભેચ્છા. પૂ. પરમોપકારી ગુરુદેવ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવેશ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પરમ કૃપાથી લખેલ આ નિશ્ચયવ્યવહારના લખાણમાં ક્યાંય પણ પ્રમાદના યોગે શ્રી જિનવચનથી વિરુદ્ધ લખાયું હોય એનો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ દેવા સાથે નિશ્ચયની ભ્રમણાવાળી માન્યતાઓમાં ફસેલાઓ સત્યને જ સમજી એ નિશ્ચયભ્રમને ત્યજે અને શુદ્ધ જિનમાર્ગને આરાધે એવું ઇચ્છીને આ લેખ સમાપ્ત કરવામાં આવે છે. » મર્દ નમઃ | (સમાપ્ત). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322