Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 317
________________ (૨૭૪ ) ગુરુની પરમ આરાધના - ગુરુચરણકમલે ભૃગવત્ બની ગુરુની સેવા શુશ્રુષા કરવી, ગુરુની આજ્ઞા આરાધવામાં લિપ્સાસહિત લીનતા, ગુરુ પર અતિ બહુમાન... વગેરે. સાપેક્ષ યતિધર્મ - આ સાધનાનું આરાધન કરતાં આત્મામાં નિશ્ચય તરફ સુંદર પ્રગતિ થાય છે; ઘણી ઘણી પર પરિણતિઓનો વાસ્તવિક ત્યાગ થાય છે. આદરસહિત વ્યવસ્થિત વિવિધ સતત સાધનાઓ વિના અંતરાત્માની અશુભ પરિણતિઓ ક્યાંથી ખસે? તે વિના તત્ત્વપરિણમન (પરિણતિ) ક્યાંથી થાય ? ઉપર ઉપરનું તત્ત્વજ્ઞાન જુદું અને અંદરની તત્ત્વપરિણતિ જુદી. અહીં સુધી વર્ણવેલ સાધુપણું એ સાપેક્ષ યતિધર્મ કહેવાય છે, કેમ કે એમાં ગચ્છવાસ અને એની મર્યાદાઓનું પાલન, ગુરુની અતિ નિકટ નિશ્રા સહિત એમના વચનને અનુસારી જીવન, અવસરે અપવાદ માર્ગનું સેવન વગેરે આલંબનોની અપેક્ષા સેવીને યતિધર્મ પાળવાનો હોય છે. અહીં સુધીમાં પણ ગુરુની આજ્ઞાના પાલનમાં પોતાના આત્માનો મહાન ઉપકાર ચિંતવવાનો હોય છે. એમ માનવામાં નવીન મત કહે છે તેમ મિથ્યાત્વ નહિ, પણ મહાસમ્યક્ત્વ છે. કેમ કે એના દ્વારા નિશ્ચય મોક્ષમાર્ગની નિકટ જવાય છે. એમ સાપેક્ષ યતિમાં બીજી પણ કઈ નિશ્ચયોપયોગી સાધના હોય છે. જેવી કે મહાવ્રતના આત્મપરિણામનું રક્ષણ, વિશુદ્ધ સમિતિગુપ્તિ ઉપયોગ, સર્વત્ર રાગ&ષનિગ્રહ, બ્રહ્મચર્યવાડોનું પાલન, કષાયોનો અનુદય જાગવા ન દેવા તથા વિફલીકરણ, અતિસ્નિગ્ધ ભોજન નહિ, વિભૂષાત્યાગ, ઉપયોગ પ્રધાનતા, તત્ત્વસ્વૈર્ય, આવશ્યક યોગમાં નિયમિતતા, વગેરે, એ પાલનમાં પારંગત થયેથી ગુરુની આજ્ઞા મેળવવાપૂર્વક નિરપેક્ષ યતિધર્મની પાયરીએ સાધક ચઢે છે. નિરપેક્ષ યતિધર્મ - એમાં હવે કેવળ ઉત્સર્ગ માર્ગનું પાલન કરવાનું હોય છે. પરંતુ આ માટે પહેલાં પોતાના આત્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322