Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 315
________________ ૨૭૨ સમજથી નહિ ! સાધનામાં યોગ્યતા અને માર્ગ બંનેની સાધના જોઇએ છે. હા, શાસ્ત્ર કહે છે કે જેમ અન્યત્ર તેમ અહીં પણ દીક્ષા યોગ્યતામાં એમ બને છે કે પહેલાં યોગ્યતાના સોળે સોળ ગુણ કદાચ જોવા ન મળે, તો પણ જો જઘન્યથી, સંસારની નિર્ગુણતાનું સચોટ ભાન અને વ્રતપાલનમાં દઢતામાત્ર આ બે ગુણ હોય તો એટલી યોગ્યતાથી લીધેલા ચારિત્રનું પાલન કરતાં કરતાં બીજા ગુણો અને બીજી યોગ્યતા ખીલી ઉઠે છે. એથી આગળની મહાવૈરાગ્ય, મહાઅપ્રમત્તતા, મહાન તત્ત્વ રમણતાદિ સિદ્ધ થવાની ભૂમિકા સર્જાય છે. નિગ્રંથ સાધુ જીવન - સુયોગ્ય આત્મા સાધુતા સ્વીકારે છે. ત્યાં પાપમય ને પાપપોષક ઘરવાસ ત્યજી બાહ્ય ધનકુટુંબાદિ સર્વ સંબંધના ગ્રંથ (ગાંઠો) છોડી નાખે છે; અને જીવનભર માટે સર્વ સાવદ્ય (પાપવાળી) પ્રવૃત્તિના નવકોટિ ત્યાગની ભીખ પ્રતિજ્ઞા સ્વીકારે છે. (નવકોટિ=મન, વચન, કાયા એ દરેકથી સાવદ્ય ન જાતે આચરવું, ન બીજા પાસે આચરાવવું, સાવદ્ય આચરણને અને એ આચરતા બીજાને ન અનુમોદવા.) આમાં પણ અંતરના પાપસંબંધોની ગાંઠ છોડી નાખે છે. તેથી એ હવે નિગ્રંથ સાધુ કહેવાય છે. વળી એ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહના સર્વથા ત્યાગના પાંચ મહાવ્રત સ્વીકારે છે. પછી એને ગુરુની નિશ્રામાં જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર – એ પંચાચારનું જીવન જીવવાનું હોય છે. મહાવ્રતો હૃદયપૂર્વક સ્વીકાર્યાથી અને પાળ્યાથી આત્માની કેટલીય મહા અશુદ્ધિઓ ટળી જાય છે. ત્યારે પંચાચારના પાલનમાં આત્મામાં કેટલીય તત્ત્વ-પરિણમનની અને સ્વરૂપ-રમણની પ્રવૃત્તિ ચાલે છે, આત્યંતર તપાચારમાં પ્રાયશ્ચિત્તથી આત્માના દોષોનું સંશોધન-વિનય-વૈયાવચ્ચથી આત્માનું મહાન વિનમ્રીકરણ, સ્વાધ્યાયથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ, ધ્યાન અને કાયોત્સર્ગથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322