Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 321
________________ ( ૨૭૮ મૂળ, પાયામાં શુભ આચરણની આશંસા તીવ્ર કરવી જોઈએ. એ વિનાનું આચરણ આસેવન નિષ્ફળ જાય, કેમકે ઉત્કટ આશંસાપ્રણિધાનના અભાવે (૧) કર્તવ્ય નિર્ણય, (૨) ઉત્સાહ, (૩) વર્ષોલ્લાસભાવોલ્લાસ, (૪) સ્થિતપ્રજ્ઞતા, સ્થિર બુદ્ધિ અને મનની (૫) અચંચળતા-સજાગતા રહે નહિ. ત્યારે એ વિના તો ગમે તેટલી પ્રવૃત્તિ થાય, મહેનત થાય, પણ ફળ સુધી ક્યાંથી પહોંચી શકે ? કોઈપણ ગુણ કે ધર્મ સિદ્ધ કરવાની પ્રવૃત્તિમાં આ જરૂરી છે કે, એ (૧) કર્તવ્યનો નિર્ધાર, (૨) કરવાનો ઉત્સાહ વીર્ષોલ્લાસભાવોલ્લાસ, (૩) સ્થિતપ્રજ્ઞતા અને (૪) અચંચળ મનથી થાય, એ બધું ઉત્કટ આશંસાથી આવે છે. (૨) અવશ્ય મોક્ષફળ : તીવ્ર શુદ્ધ આશંસાનો તો એ પ્રભાવ છે કે એ પ્રવૃત્તિ ઉપરોક્ત કર્તવ્ય-નિર્ણયાદિથી યુક્ત કરાવવા દ્વારા શુભાનુબંધ સાથે ગુણ અને ધર્મનો ઉત્તરોત્તર સાનુબંધ વિકાસ સધાવીને પરાકાષ્ઠાએ ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે. માત્ર, આ ધ્યાન રાખવાનું કે થોડો થોડો ગુણ કે ધર્મ સિદ્ધ થતી આવે તેમ તેમ વિશેષ ગુણ-ધર્મની શુદ્ધ આશંસાપ્રણિધાન ઉત્કટ બન્યું રહેવું જોઈએ, જેથી એની પણ પ્રવૃત્તિ કર્તવ્યનિર્ણયને વર્ષોલ્લાસાદિવાળી બની આત્માને ગુણ-ધર્મની ઊંચી ઊંચી કક્ષાએ ચડાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322