Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
આત્મામાં સજ્ઞાનનું પરિણમન અને સ્વરૂપ થાય છે. શું છે એ બધું ? આત્માને વાસ્તવિક શુદ્ધ બનાવવાના માર્ગે સાચું પ્રયાણ. નૂતન મતીને આ બધું ખપતું નથી, એ એક ભયંકર ભૂલ છે. મોક્ષમાર્ગની સાચી સાધનાના સાધુ જીવનમાં પંચમહાવ્રત અને પંચાચારના પાલન ઉપરાંત પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ, ચાર સંજ્ઞા, ચાર કષાય અને હાસ્યાદિ કષાયનો નિરોધ, નવ બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન, શલ્ય-ગા૨વ-કુલેશ્યાદિનો પરિહાર, પરીસહ-ઉપસર્ગોનું સમાધિપૂર્વક સહન, વગેરેમાં જોરદાર પુરુષાર્થ ચાલુ હોય છે. આમાં નિશ્ચય-વ્યવહાર ઉભયની, કહેવા માત્રની નહિ પણ ખરેખરી અમલી સાધના છે. એથી આત્મા ખરેખરી ઉન્નતિમાં આગળ વધે છે. આના વિના નવીન મતીના બેહાલ છે !!
૨૭૩
ભાવ સાધુના ૭ લક્ષણ - સાધુજીવનમાં અંતરમાં સાધુતાની સ્પર્શનાના રૂપે આ સાત જરૂરી સાધના છે (૧) સર્વ માર્ગાનુસારી ક્રિયાનું પાલન - જિનાગમની આજ્ઞાનું અને સંવિગ્નાચાર્યની આચરણાનું અનુસરણ. (૨) ધર્મમાં શ્રેષ્ઠ શ્રદ્ધાવિધિસેવા, જ્ઞાનતપ આદિમાં અતૃપ્તિ, શુદ્ધધર્મદેશના, સ્ખલનાઓનું પ્રાયશ્ચિત્તીકરણ. (૩) સરળ ભાવે પ્રજ્ઞાપનીયતાઉત્સર્ગસૂત્ર - અપવાદસૂત્ર - વિધિસૂત્ર - ભયસૂત્ર વગેરે જુદી જુદી જાતના સૂત્રો ગીતાર્થ ગુરુ સમજાવે તે જ પ્રમાણે દુરાગ્રહરહિત સમજવાની અને વિશુદ્ધ દર્શનચારિત્ર આરાધવાની લાયકાત. (૪) ક્રિયાઓમાં અપ્રમાદ બિનસાવધાની, વિકથા વગેરે ત્યજી વિદ્યા-મંત્રની જેમ ચારિત્રની નિષ્કલંક સાધના. (૫) શક્યનો પુરુષાર્થ અશક્ય ન આદરી અસંયમઅપભ્રાજનાથી બચાવ; શક્ય સર્વ આચરીને પ્રભાવના. (૬) ઉચ્ચ ગુણાનુરાગ - પરના લેશગુણમાંય મહાન ગુણબુદ્ધિ અને પ્રશંસા; જાતના લેશ દોષમાંય નિર્ગુણીપણાનો ખ્યાલ . (૭)
Jain Education International
–
-
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322