Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 310
________________ ૨૬૭ વેશ્યાની જેમ આજકાલમાં છોડું છું એવી સાવધાનીમાં ઘરવાસને પારકા તરીકે અને ડંખતા હૈયે સેવે. આ સત્તરમાં પણ વાસ્તવિક નિશ્ચયદૃષ્ટિ સહિત વ્યવહારનું પાલન છે. એવું જ, શ્રાવકની ૧૧ પડિમા આત્મવિકાસમાં આગળ વધતાં શ્રાવક પહેલી એક માસની, બીજી બે માસની, ત્રીજી ત્રણ માસની... એવી અગીયાર પ્રતિમાનું એટલે કે ભીષ્મ પ્રતિજ્ઞાનું કઠોર પાલન કરનારો બને છે. એમાં પણ નિશ્ચય દષ્ટિનો જોરદાર પ્રકાશ ઝગમગવા સાથે નિશ્ચયની નજીક ને નજીક લઈ જનારા વ્યવહારનું સચોટ પાલન છે. અગીયાર ડિમા આ પ્રમાણે - ૧. સમ્યગ્દર્શનદઢતાની, ૨. નિરતિચાર અણુવ્રતોની, ૩. સામાયિકની, ૪. પર્વ પૌષધની, ૫. પર્વરાત્રિ પ્રતિમાની, ૬. બ્રહ્મચર્યની, ૭. સચિત્તત્યાગની, ૮. સાવઘ આરંભના ત્યાગની, ૯. બીજાના દ્વારા પણ આરંભનો ત્યાગ રાખવાની, ૧૦. સ્વાધ્યાય-ધ્યાન-યોગની મુખ્યતા હોવાથી પોતાના નિમિત્તે બનાવેલ આહારના પણ ત્યાગની અને ૧૧મી શ્રમણની. દેવતાઇ ઉપદ્રવ આવે તો પણ એ પોતાની તે તે પ્રતિજ્ઞાની ચર્ચા પાળવામાં અડગ રહે છે. શું સમજીને ? આત્માની પોતાની ચીજ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે, તે હાથમાં આવેલી શા માટે ગુમાવવી ? દેહાદિ સંયોગો આમેય જવાના છે. આત્મા પરની મમતામાં ભૂલો પડી ગયેલો માંડ અહીં સમજણો થયો છે...’ વગેરે વગેરે સમજીને. આમાં નિશ્ચયદૃષ્ટિનું ક્યાં સ્થાન નથી ? Jain Education International 1 ક્રમમાં ફરક - હવે અહીંથી આગળ વિકાસનું પગથીયું અગારવાસ (ગૃહસ્થવાસ) છોડીને અણગાર, ત્યાગી, સાધુ બનવાનું આવે છે. અહીં એક વસ્તુ ખ્યાલ રાખવાની છે કે બધાજ જીવો ‘ભાવમલક્ષય'થી માંડી બરાબર આજ ક્રમે ત્યાગી સાધુતાએ પહોંચે છે એવું નથી. કર્મલઘુ અને પરાક્રમી હોય તે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322