Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 305
________________ ( ર૬૨ હોય, સર્વજ્ઞોક્ત તત્ત્વ સિદ્ધાંત અને આચાર-માર્ગ ઉપર હાર્દિક શ્રદ્ધા ન હોય, અપેક્ષા ન હોય, તો એ વિદ્વાન ગણાતો આત્મા પણ સમ્યકત્વને બદલે મિથ્યાત્વમાં અથડાઈ રહ્યો હોય છે ! અહીં તો જીવને સમ્યકત્વ ગુણ પ્રગટે ત્યારે કે સમ્યકત્વ ગુણ પ્રગટાવવાની રુચિ જાગે ત્યારે એ સડસઠ પ્રકારના વ્યવહારને આદરવા માંડે છે. તો ક્રમશઃ ઉન્નતિ સધાય છે. ૬૭ પ્રકારે સમકિતનો વ્યવહાર - સમ્યકત્વનો સડસઠ પ્રકારે વ્યવહાર આદરવાનો હોય છે. એમાં પરમાર્થ-પરિચય કુસંગત્યાગાદિ ચાર સદુહણા, ત્રણ લિંગ-જોરદાર તત્ત્વ શ્રવણેચ્છા, ઉત્કટ કોટિની ચારિત્ર ધર્મની ભૂખ, દેવગુરુનું વૈયાવચ્ચ (સેવાશુશ્રુષા), ત્રણ પ્રકારે મન-વચન-કાયાની શુદ્ધિ- જિનભક્ત જે નવિ થયું, તે બીજાથી નવિ થાય' એવો અટલ મનોનિર્ણય, જિન વચન એજ સત્ય, એને જ વળગીને વચન વ્યવહાર, દેવતાઈ ઉપસર્ગમાં પણ સમ્યકત્વ ટકાવવાની કાયાની સહનવૃત્તિ હોય. વળી સડસઠ વ્યવહારમાં શમ-સંવેગાદિ પાંચ લક્ષણ કે જેમાં અનુકંપામાં આત્મા દ્રવ્યદયા-ભાવદયા ઉભયનો ખપી બને છે, એ આવે; તેમ પાંચ ભૂષણ, પાંચ દૂષણ-ત્યાગ, આઠ પ્રભાવકતા, છ-છ ભાવના, આગાર, સ્થાન વગેરે આવે. સમ્યકત્વની કરણી – સમ્યત્વ નિર્મળ કરવા માટે કેટલીક વિશેષ કરણીની જરૂર છે. એમાં રોજ ત્રણ વાર જિનેશ્વર દેવના શાશ્વત અથવા વિધિ પ્રતિષ્ઠિત બિબના દર્શન, ઉત્તમ વસ્તુથી પૂજન, વર્ષે એકવાર પણ તીર્થયાત્રા, સાતક્ષેત્રમાં યથાશક્તિ તન-મન-ધનથી ભક્તિ, અભયદાન, ધર્મોપકારી દાન, સાત વ્યસનોનો ત્યાગ, શ્રી અરિહંતનો જાપ શ્રી નમસ્કાર મંત્ર-પંચ પરમેષ્ઠી સ્મરણાદિ કરવાનું હોય છે. આ બધુંય શુભવૃત્તિઓ અને શુભપ્રવૃત્તિઓનો થોક માગે છે. નવીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322