Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 302
________________ - ૨૫૯ તોફાની સ્થાન-અદેશકાલચર્યા–એ છનો ત્યાગ. ૨૩. દયા, ૨૪. પરોપકાર, ૨૫. સૌમ્યતા, ૨૬. પાપભીરુતા, ર૭. દીર્ધદષ્ટિ, ૨૮. વિશેષજ્ઞતા, ૨૯. બલોબલ વિચારણા, ૩૦. પ્રસિદ્ધ દેશાચાર પાલન, ૩૧. લોકયાત્રા, ૩૨. ગુણપક્ષપાત, ૩૩. કૃતજ્ઞતા, ૩૪. શિષ્ટાચાર પ્રશંસા અને ૩૫. લજજા - આ ગુણોની પ્રવૃત્તિને પણ સારી રીતે સેવવી જોઇએ છે. યોગના અંગ યમનિયમાદિ - મોક્ષદષ્ટિ જગાડીને જ્યારે જીવ અનાદિની ઓઘદૃષ્ટિના અંધકારને ટાળી યોગદષ્ટિનો પ્રકાશ પ્રાપ્ત કરે છે, ત્યારે ઠેઠ પરમાત્મા બનવા સુધીમાં આઠ આઠ પગથીએ યોગના અંગ, તત્ત્વસમ્મુખતા અને માનસિક દોષ ત્યાગ સધાય છે. યમ-નિયમ-આસન વગેરે આઠ યોગાંગના પગથી આ છે. અદ્વેષ-જિજ્ઞાસા-શુશ્રુષા-શ્રવણાદિના ક્રમે તત્ત્વ-સન્મુખતાના આઠ પગથીઆ છે. ખેદ-ઉદ્વેગ-ક્ષેપ-ઉત્થાન ઇત્યાદિ માનસિક દોષોના નાશના આઠ પગથીઆ છે. એમાં જે પહેલા બે યોગાંગ-યમ અને નિયમ છે, એની પ્રવૃત્તિ આત્માને સારી રીતે વિકાસના રસ્તે ચઢાવી-ટકાવી શકે છે. પૂર્વે કહ્યું તેમ યમ પાંચ છે. અહિંસા-સત્ય-અસ્તેય (ચોરીનો ત્યાગ)-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પ્રારંભમાં આ સર્વાશે પાળવાનું ન બને તો પણ અમુક અમુક અંશે પાળવાનું જરૂર બની શકે છે અને બનાવવું જ જોઈએ. તો જ અનંતી-અનંતી વાર હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહની પ્રવૃત્તિઓ કરી કરીને જે આહારાદિ સંજ્ઞાઓ અને ક્રોધાદિ કષાયોની પરિણતિને પોષ્ય રાખી છે તેનો હ્રાસ થતો આવે. વળી યમની સાથે નિયમનું પાલન પણ જોઇએ. નિયમમાં ઈન્દ્રિયજયમન શુદ્ધિ-તપ-સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન - એ પાંચ આવે છે. આની ધોધમાર પ્રવૃત્તિઓ આત્માની અનાદિ અનંત કાળથી ચાલતી આવતી ઇન્દ્રિય-પરવશતા, મનની મલિનતા, યથેચ્છ તૃષ્ણાઓ, જડ પુગલની જ રાતદિ' રટણા, કાયાદિની ચિંતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322