Book Title: Nayopdesh Author(s): Vijaylavanyasuri Publisher: Vijaylavanyasuri Gyanmandir View full book textPage 6
________________ 55355hhhhhhh58 પ્રકાશકીય-નિવેદન so સતનય, સપ્તભંગી અને નિક્ષેપ વગેરે વિસ્તારથી બોધ આપતે “નોપદેશ નામને આ ગ્રન્થ છે. આ ગ્રન્થ દાર્શનિક વિષયને લગતા છેલ્લી કેટીના વિચારોથી અને અનેક પ્રકારના વાદથી ભરપૂર છે; જેવા કે ચિત્રવાદ, અપેક્ષાબુદ્ધિવાદ પ્રતિબધ્ય પ્રતિબંધક ભાવ વાદ વગેરે. તથા તે તે વાદેને ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચેલ છે. આ ગ્રન્થના પ્રણેતા પૂજ્યપાદ જૈનન્યાયના પ્રાણદાતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ વાં છે, તેમના જીવન અને કવન વિશે કેટલાયે વિદ્વાનોએ ખુબ જ પ્રકાશ પાડ્યો છે તેથી એ સંબંધે પિષ્ટપેષણ કરવાની જરૂરત નથી, પરંતુ ન્યાયના પ્રખર પાંડિત્ય વિષે એટલું કહેવું જરૂરી છે કે તેમણે કાશીના સમર્થ બ્રાહ્મણ પંડિત સાથેના શાસ્ત્રાર્થમાં છત મેળવવાથી એ જ પંડિતમંડલીએ “ન્યાયવિશારદ' ની પદવીથી વિભૂષિત કર્યા હતા, તથા ન્યાયના એક સે આઠ ગ્રન્થ રચ્યા બાદ “ ન્યાયાચાર્ય'ની પદવીથી નવાજ્યા હતા. આ જ ગ્રન્થ ઉપર તેઓશ્રીએ “નયામૃતતરંગિણું’ નામની ટીકા રચી છે. કે તેમની કસાએલ વિદ્રોગ્ય કલમથી લખાયેલ આ “નયામૃતતરંગિણી યુક્ત નપદેશ” નામને રથ આધુનિક પ્રજાને ટીકા વિના સાંગોપાંગ સમજ મુશ્કેલ હતું તથા ઘણે સ્થલે મૂલ ગ્રન્થમાં અશુદ્ધ હતું, તેથી પૂજ્યપાદ શાસનસમ્રાટ સવંતત્રસ્વત– આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર વ્યાકરણ વાચસ્પતિ શાસ્ત્રવિશારદ કવિરત્ન પૂજય આચાર્યવર્ય શ્રીમદ્વિજ્યલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીએ પિતાની કુશાગ્રબુદ્ધિથી બને તે રીતે શુદ્ધ કરવા સાથે વિદ્વત્સમાજ Jદ તેમજ તત્વરસિક જીવે સહેલાઈથી પ્રવેશ કરી શકે તે અર્થે આ “નયામૃતતરંગિણી ક ટીકા યુક્ત નપદેશ' ગ્રન્થ પર નયરૂપી અમૃતથી ભરેલ વિશાલ નદીનું અવગાહન કરવા માટે નૌકા સમાન “તરંગિણુતરણું’ નામની સુંદર ટીકા રચી છે, તે અમો સહષ પ્રકાશિત કરીએ છીએ. મૂલ ગ્રન્થ અપ્રતિમ પ્રતિભાશાલી છે એ તે વાત નિઃશંક છે, પરંતુ ટીકાકાર મહર્ષિએ પણ તેના ઉપર તલસ્પર્શી વિશદ “તરંગિણતરણી’ વિવૃતિ રચી પિતાની પ્રકાંડ પ્રતિભાને વ્યક્ત કરી છે, તે સાધત સૂમેક્ષિકાથી નિરીક્ષણ કરનારને સહેજે ખ્યાલમાં આવે તેમ છે, એટલું જ નહિ પરંતુ “તરંગિણતરણ” વિવૃતિની ] સાર્થકતાનો સાક્ષાત્કાર થયા વિના રહેતો નથી. જૈનન્યાયની સાહિત્યસૃષ્ટિમાં આ ગ્રન્થ અને પ્રકાશ ફેંકે છે, તેની જિજ્ઞાસાવાળા મહાનુભાવોને વિશાળકાય વિષયાનુક્રમણિકાનું DE નિરીક્ષણ કરવા ભલામણ કરીએ છીએ, જેથી ગ્રંથ ને ટીકાની મહત્તાને ખરો ખ્યાલ આવી શકશે. પૂજ્ય વિદ્વદ્વર્ય પંન્યાસજી મ. શ્રી સુશીલવિજયજી ગણિવર્યું તથા પૂજ્ય વિદ્વાન મુનિરાજશ્રી મહિમાપ્રવિજયજી મહારાજે પ્રેસકોપી મેળવવા વગેરેમાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે, અને પ્રસ્તુત થનું સાદ્યન્ત મુફ વિગેરેનું સંશોધનકાર્ય, વ્યાકરણ તીર્થ પં. અંબાલાલ પ્રેમચંદ શાહે, જે કુશલતાથી કરેલ છે તે ધન્યવાદને પાત્ર છે. કંકારા -પાક્કપાકક્કws F听飛吓飛吓飛听飛听美听飛飛FF飛飛飛飛飛飛5兆听听Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 496