Book Title: Namaskar Mantranu Dhyan Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra View full book textPage 6
________________ પ્રકાશકીય નિવેદન શ્રી ભદ્રેશ્વર મહાતીર્થમાં સં. ૨૦૪૪ પોષ મહિનામાં પ. પૂ. ગનિક પ્રશાંતમૂર્તિ શ્રી કલાપૂર્ણ સૂરીશ્વરજીની પાવનકારી નિશ્રામાં નમસ્કાર મંત્રની આરાધના માટે નવ દીવસની શિબિરનું આયોજન થયું. તેમાં વિશિષ્ટ કેટિના છાસ આરાધકે પધાર્યા. સાધુ-સાધ્વી ભગવંતે પણ મોટી સંખ્યામાં પધાર્યા. અને સાધનાનું દિવ્ય વાતાવરણ ઉપસ્થિત થયું. આરાધાએ નમસકાર મંત્રની આરાધના દિવ્ય આનંદ અનુભવ્યું. વારંવાર આવી આરાધના શિબિરનું આયોજન કરવાની સાધકેની માગણીના અનુસંધાનમાં ફાગણ માસમાં શ્રી ભીલડીયાજી મહાતીર્થમાં નમસ્કાર મંત્ર સાધના શિબિરનું આયોજન થયું. નમસ્કાર મંત્રની આરાધનામાં ચિત્તની સ્થિરતા માટે શું કરવું તે વિષયમાં પ્રેરણાત્મક નાની પુસ્તિકા માટે સૌ કોઈની માગણીના અનુસંધાનમાં નમકાર મન્નનું ધ્યાન” આ પુરતિકા પ્રગટ કરતાં અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. નમસ્કાર મંત્રની આરાધના શ્રી સંઘમાં સર્વત્ર વ્યાપક છે. નમસ્કાર મંત્રના જાપ અને ધ્યાનમાં પ્રેકટીકલ પ્રેરણાત્મક આ નાની પુસ્તિકા આપ સર્વને ઉપયોગી બનશે. આ પુસ્તિકામાં છાપેલા પ્રાગે “સાલંબન ધ્યાનના પ્રયોગ” ૪૩૨ પાનાના ૩૪ પ્રયોગોવાળા મોટા પુસ્તકમાં છપાઈ ગયા છે. વિશેષ જીજ્ઞાસાવાળાને તે પુસ્તક વાંચવા ભલામણ છે. આ નાની પુસ્તિકામાં નમસ્કાર મિત્રની પ્રાથમિક શરૂઆતથી આત્મ સાક્ષાત્કાર સુધી પહેચવાની દિવ્ય પ્રક્રિયા બતાવી છે જે પૂજ્ય પંન્યાસજી ભદ્રંકરવિજયજી પાસેથી મળેલી પ્રસાદી રૂપ છે. આ પુસ્તકમાં લખેલ કેટલીક હકીકત સાધના દ્વારા જ સમજાય તેવી છે. કેટલીક વસ્તુ ધ્યાન શિબિરનું આયોજન આ પુસ્તકના લેખક દ્વારા કરવામાં આવે ત્યારે પ્રત્યક્ષ પણ સમજી શકાશે. સૌ કોઈ આ પુસ્તકના વાંચન, મનન, નિદિધ્યાસન અને ધ્યાન દ્વારા આત્મકલ્યાણના પંથે આગળ વધે એ જ શુભેચ્છા. લિ. બાબુભાઈ કડીવાળાને પ્રણામ/વંદન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62