Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 347
________________ ૨૮૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા કરાવાતા મને પ્રવૃત્તિ હોય કદાચ, પણ ભોગવિલાસકે મોહની પ્રેરણાથી અપ્રશસ્ત હિંસાદિ પાપસ્થાનોમાં પ્રાણ કઠે આવી જાય, મરણાંત કષ્ટ આવી પડે તો પણ પ્રવૃત્તિ ન કરવાની ટેક સુજ્ઞ વિવેકી મનુષ્યોએ કેળવવી જરૂરી છે. તેનાથી આપણા વિચારોને વાસનાના ફંદામાંથી છોડાવવાનો સફળ પુરુષાર્થ થાય છે. વિકારીભાવોના ગજગ્રાહમાં અટવાયેલ આપણા મનને અન્ય માર્ગ પર સ્થિર રાખવા માટે પ્રાણાતે પણ મોહજન્ય અશુભ પ્રવૃત્તિ ન કરવાનો દઢ નિર્ધાર કરવો જરૂરી છે. તે વિના અંતરંગ પરિણામોમાં વિવેકના વિકારી ભાવો સામે ઝઝૂમવા - ટકવાની તાકાત ઊપજતી નથી. એટલે મોહજન્ય ભાવ પોષક અનર્થદંડની પ્રવૃત્તિમાં પ્રાણાંતે પણ ન પ્રવર્તવાનો પુરુષાર્થ, જીવનશુદ્ધિના પંથે જરૂરી સવ્યવહારને ટકાવવા ખૂબ ઉપયોગી બને છે. ૨૦. યથાશક્તિ નિર્જરાબુદ્ધિએ તપધર્મનું પાલન - જીવનશુદ્ધિ માટે મથતા કલ્યાણકામી મુમુક્ષુ આત્માએ સૌથી વધુ મજબૂતાઈ સાથે કર્મોનાં બંધનોને તોડવાના લક્ષ્ય સાથે, તપ ધર્મની યથાશકય પાલના જરૂર કરવા તત્પરતા કેળવવી જોઈએ. તેનાથી આપણા અજ્ઞાનભાવમાંથી જન્મતા અવિરતિનાં પરિણામોને સમૂળ હઠાવવાનો સફળ પ્રયત્ન થાય છે. તપ એટલે ઈચ્છાઓનું સ્વૈચ્છિક દમન. જેમ જેમ આપણી ઈચ્છાઓને સમજણ સાથે વૈરાગ્યમિથિત વિવેક બળે વાળવા કે રોકવામાં આવે તેમ તેમ પુલભાવની પ્રબળતામાંથી ઊપજતો અવિરતિનો ભાવ ઘટવા પામે. અવિરતિ ઘટે એટલે વિરતિના પરિણામ કેળવાય, પરિણામે કર્મોનાં બંધનોને જિવાડનાર પુદગલરાગ પણ ઓગળવા માંડે. તેથી જીવનશુદ્ધિને ઇચ્છનાર વિવેકી કલ્યાણકારી પુણ્યાત્મામાં તપધર્મનું યથાશય નિર્જરા દષ્ટિની મુખ્યતાએ આસેવન કરવાના ભગીરથ પ્રયત્ન દ્વારા અવિરતિભાવને હંફાવનાર વિરતિ ધર્મની ઉદાત્ત કક્ષાઓ આન્તરિક ક્ષેત્રમાં આવતી જાય. ફળત: કમોંનાં બંધનોને હચમચાવનાર વિશુદ્ધ અધ્યવસાયોનું બળ આપોઆપ કેળવાતું જાય. જીવનશુદ્ધિના ઉદાત્ત પંથે સદ્વ્યવહાર એ ખાસ મુખ્ય વાત છે. બધું ય હોય કે મેળવવા મથામણ હોય પણ જે આપણા જીવનમાં, યોગ્ય રીતે અમલીકરણનો પ્રયત્ન યથાયોગ્ય રીતે આપણે ન કરી શકીએ, તો જીવનશુદ્ધિ આડે રહેલ વિષમ મોહનાં – ચારિત્રમોહનાં આવરણો માત્ર તત્વદષ્ટિની વાતો કે તેની ચર્ચાઓથી હઠે નહીં. તેથી પુણ્યવાન વિવેકી આરાધકે જીવનશુદ્ધિના પંથે સદ્વ્યવહારને પ્રાણભૂત માનવાની જરૂર છે. આ રીતે જીવનશુદ્ધિના પાયાના ૨૦ સદ્ગુણોનો વિચાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384