Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 368
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૩૧૭ ચરણોની સેવા દ્વારા ખસતાં આવરણોથી અનુભવાતી, આત્મશકિતના ચમકારાની જરૂર છે. તે ચમકારો અનુભવવા આ કંડિકામાં અનંતોપકારી શ્રી તીર્થંકર પરમાત્માની ઉપાસનાનું યથાર્થ સ્વરૂપ ફળ દ્વારા દર્શાવ્યું છે. વિશ્વ = સઘળા, મ = યોગ્ય જીવોને, તારT = સંસારથી તારવા, પ્રજ્ઞાચી = સમર્થ, આવી, નિમવતે = શ્રી તીર્થંકર પ્રભુની ભકિત. શ્રી તીર્થંકર પ્રભુની ભકિતનું સ્વરૂપ ફળમુખે (મુખ દ્વારા) અહીં દર્શાવ્યું છે કે, સઘળા ભવ્ય જીવોને તારવા સમર્થ એટલે કે સ્વયં તો તીર્થંકર દેવો, મોહના સંસ્કારોના વિજય દ્વારા સંસારથી તરી ગયા. પણ પોતે તરી ગયા એમાં તે પરમાત્માની વિશેષતા નથી. કેમ કે સાધન વિશેષથી બીજના સહારાને મેળવી લોખંડ કે પથ્થર જેવી ભારે ચીજો પણ તરી જાય છે, પણ તેમાં વિશેષતા તે લોખંડ કે પથ્થરને તારનાર પદાર્થની છે. તરી જનાર ચીજની મહત્તા બીજાને તારવાની શકિત તેમાં કેટલી વિકાસ પામી તેના પર છે. પ્રભુશાસનમાં સ્વકલ્યાણ અને પરકલ્યાણ, ભેદભેદ સંબંધથી નય વિશેષથી એકબીજા સાથે સંલગ્ન છે. માત્ર પરકલ્યાણ કે સ્વકલ્યાણ જેવી ચીજ પ્રભુશાસનમાં નથી. કલ્ય = ભદ્ર-હિતકારી-માંગલિક, તેને ગાળ = લાવે તે કલ્યાણ. પોતાના જીવનમાં હિતકારી મંગળરૂપ સ્થિતિનું લાવવું તે વેન્યા અને બીજા આત્મામાં તેવી સ્થિતિનું સર્જન કરવું તે પવિત્યા. પોતામાં તેવી વિશિષ્ટ સાધના બળે મોહના સંસ્કારોના અપૂર્વ ક્ષયોપશમથી રાગાદિ દૂષણો પર વિજય મેળવી. સર્વ જીવો પર ઉદાત્ત મૈત્રી અને અપૂર્વ સમભાવની પ્રાપ્તિ જેટલી વધુ તેટલી પોતાનામાં ભદ્ર હિતકારી-મંગળમય પરિસ્થિતિનું સર્જન સ્વત: વધુ. આવી મંગળમય જીવનદશાની ભૂમિકાએ પહોંચેલ વ્યક્તિ જ જગતના જીવોને મૂક પ્રેરણા, મૌન ઉપદેશ, વર્તનની સચોટ અસર, આદિ દ્વારા બીજા જીવોમાં ઉદયભાવે વર્તતા અશુભ મોહના સંસ્કારોને પોતાની વિશિષ્ટ ભાવદયાભરી આત્મશકિતબળે નબળા કરી બીજા જીવોમાં પણ મંગળમય સ્થિતિનું સર્જન પરકલ્યાણ રૂપે કરી શકે છે. એટલે ટૂંકમાં પરમાત્મા વીતરાગ તીર્થંકર દેવો, પોતે સંસારથી તરી ગયા તેની પ્રતીતિ જગતના સર્વ યોગ્ય જીવોને તારવાની શકિત તેમનામાં વિકાસ પામી તે દ્વારા થાય છે. જેમ જેમ આપણામાં અંતરનાં રાગાદિક દૂષણોને પારખીને તેના ક્ષય માટેની સફળ સાધના તેમ તેમ આપણા સંપર્કથી જાણે અજાયે પણ બીજા આત્માઓના રાગાદિ દોષોનું બળ ઘટવાની શકયતા વધુ. એ રીતે પ્રભુશાસનમાં સ્વકલ્યાણ-પરકલ્યાણ બન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે, અથવા તો માખણ કાઢનાર રવૈયાની બે દોરીઓ છે. બન્ને એકબીજાના પૂરક છે, એક બીજા વિના બંને ટકી શકતા નથી. ટૂંકમાં પરમાત્મા સ્વયં, સંપૂર્ણ આત્મશકિતના વિશિષ્ટ અધિકારી, અનાદિકાલીન યોગ્યતાના આધારે એવા બન્યા કે તીર્થંકરરૂપે તેમના આલંબનને ગુરુનિથાએ યોગ્ય રીતે વિધિપૂર્વક લેનાર સંસારથી તરી જ જાય, વિષયકષાયથી મુક્તિ સફળ રીતે મેળવે જ! કોઈ પણ ભવ્ય જીવ, ભવસ્થિતિ પરિપાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384