Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 366
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા ૩૧૫ તેથી સંસારની ચેતન કે જડ સર્વ જાતની સર્વદેશીય, સર્વકાલીય શકિતઓ કરતાં પણ વીતરાગની ભક્તિ એટલે વીતરાગ પરમાત્માએ નિર્દેશેલ કર્મનિર્જરાના ધ્યેયથી અંતરંગ પરિણામોની સમર્પિતભાવના સાથે વીતરાગની આજ્ઞા મુજબ જીવનના ઘડતરનો દઢ સંકલ્પ હકીકતમાં સર્વોચ્ચ કક્ષાએ રહે તે સ્વાભાવિક છે. કેમ કે વીતરાગની ભકિતમાં ઉપાસ્યની અનંત શકિતના પાવરહાઉસ સાથે આજ્ઞાનિષ્ઠતા તેમજ તેની વફાદારીના જોડાણથી આપણામાં અપૂર્વ આત્મતેજ લહેરાવા માંડે છે, કે જેની સામે કર્મસત્તા થરથરાટ ધ્રુજારા સાથે ભાગવા માંડે છે. આ ચીજ જગતના કોઈ પણ પુદ્ગલજન્ય પદાર્થોમાં કે આજ્ઞાના સંપર્કમાં નહીં આવેલ ઔદયિક કે ઉદયાનુવિદ્ધ લાયોપથમિક ભાવે અટવાયેલાં ચેતનામાં પણ કર્મના પરમાણુઓને ખસેડવાની ભૂમિકા સ્વપ્ન પણ નથી હોતી. તેથી સંસારની સર્વશક્તિ કરતાં વીતરાગની ભકિત વધુ પ્રબળ છે. આ વાકયકંડિકા હકીકતમાં અંતરમાં દિવ્ય પ્રકાશ પાથરે છે કે જેમાં યથાશકય આરાધકે પોતાના અંતરમાં સેવા, પૂજા, અર્ચના, નામસ્મરણ આદિ દ્રવ્યભક્તિ સાથે, તેઓની આજ્ઞાને ધ્રુવતારક બનાવી, તેની પ્રતિષ્ઠા પ્રાણાતે પણ જાળવી રાખવાની તત્પરતારૂપ ભાવભક્તિ સરુનાં ચરણોમાં બેસી ખૂબ ખૂબ કેળવવા પુરુષાર્થ કરવો. આમ આ કંડિકા આરાધકો માટે ઉદાત્ત જીવનસૂત્ર અને જીવનદિશાની અમોઘ સૂઝ આપનારી છે. કિંડિકા – ૩ વીર નિસં. ૨૫૦૧, વિ. સં. ૨૦૩૧ ફાગણ સુ. ૧૦ બપોરે ૩-૩૭ મિનિટ, શ્રી સેરીસા પાર્શ્વનાથ પ્રભુના માધ્યમે સુંદર આધ્યાત્મિક કંડિકાઓ પ્રાપ્ત થયેલી જેમાંની બે ઉપર વિવેચન વિસં. ૨૦૩રના ચાતુર્માસ દરમ્યાન શ્રી નવકારની મહાકપાથી થયેલ. પછી ત્રીજી કંડિકા ઉપર વીર નિ, સં. ૨૫૦૩, વિ. સં. ૨૦૩૩ ચૈત્ર સુ. ૬ શનિવારે ૧૧-૨૦ મિનિટે થયેલ મહાકુંરણા(શ્રી નવકાર મહામંત્ર બળે)ના આધારે વિવેચન - “विश्वभव्यतारणप्रत्यलाया: जिनभक्तेः सुरतरोश्च मेरुसर्षपयोरंतरम्' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384