Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 365
________________ ૩૧૪ પણ દેખાય છે. એ રીતે ચેતનની પણ શકિત, સ્વતંત્ર રૂપે તેમજ પુદ્ગલાનુયાયી રૂપે કર્મના ઉદય, ઉદયાનુવિદ્વ ક્ષયોપશમ એટલે મોહનીય કર્મના ઉદય સહિત કર્મના પુદ્ગલો થોડા-ઘણા ખસે તેવા ક્ષયોપશમની વિવિધતા કે વિચિત્રતાના આધારે, અવનવાં - અટપટાં સ્વરૂપ ધારણ કરે છે. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ચેતન અને પુદ્ગલની સર્વદેશીય, સર્વક્ષેત્રીય, સર્વકાલીય, સર્વ પ્રકારની શક્તિઓ, તે પણ સમસ્ત સંસારની એટલે સંસારના સમસ્ત ચેતન આત્માઓની અને સમસ્ત જડપદાર્થોની સર્વ શકિતઓનો દ્રવ્યતાથી સમુચ્ચય કરી કલ્પિત ત્રાજવાના એક પલ્લામાં રાખવામાં આવે – તેની સામે બીજા પલ્લામાં વીતરાગની ભકિત મૂકવામાં આવે તો તે પલ્લું ભારે જ રહેવાનું. સંસારની સર્વક્ષેત્ર-કાળની, સર્વજીવોની, સર્વપુદ્ગલોની તમામ પરિણમનોમાંથી જન્મતી શકિતઓનો સંચય, સામા પલ્લામાં છતાં તે પલ્લું અઘ્ધર જ રહેવાનું - વીતરાગની ભકિતના પલ્લાને હચમચાવી નહીં શકે. આ નક્કર હકીકતની રજૂઆત, પરમ કરુણાળુ દયાસાગર પતિતપાવન નિષ્કારણ બંધુ પરમાત્માએ કરી છે. તેનું રહસ્ય એ જણાય છે કે શકિત-ભકિત બન્નેમાં તિ પ્રત્યય ભાવ=ક્રિયા(પદાર્થનું એકિટવરૂપ)માં છે. બન્નેમાં રહેલ ધાતુ આમ જુદા છે. શિતિમાં શક્ ધાતુ છે. ભિકતમાં ભજ્ ધાતુ છે. શનો અર્થ થાય છે સમર્થ થવું. ક્રિયાની ક્ષમતા દર્શાવનાર શક્ ધાતુ છે, જ્યારે ભજ્જૂ ધાતુ સેવાના અર્થમાં છે. અર્થાત્ સેવ્યના સ્વરૂપમાં લીન થઈ જવા રૂપે, અંતરના અહંને પાણીમાં મીઠાની જેમ ઓગાળીને, સેવ્યના સ્વરૂપ સાથે એકાકાર બનવાની વાત ભજ્ ધાતુના અર્થમાં ધ્વનિત થાય છે. આ ઉપરથી શફ ધાતુમાં સમર્થતા, ક્ષમતા દર્શાવવાની વાત અહંભાવની ભૂમિકા દર્શાવે છે. જ્યારે ભકિતમાં રહેલ ભર્ ધાતુ અનંતગુણના નિધાનરૂપ, ઉપાસ્ય તરીકે સ્વત:સિદ્ધ ભૂમિકાએ બિરાજમાન દેવ-ગુરુ-ધર્મ કે તેને જીવનપ્રાણ બનાવી ચાલનારા આરાધકોના, તે તે વિશિષ્ટ આદર્શ લોકોત્તર આધ્યાત્મિક વિકાસના સર્વોચ્ચ કક્ષાને અનુરૂપ પગથારને, વિવેકબુદ્ધિથી નિહાળી, તેવી ભૂમિકા પોતાનામાં પણ પ્રકટ કરવાના શુભ ઇરાદાથી, તીવ્ર ગુણાનુરાગની સંવેદના સાથે આવાં વિશિષ્ટ આરાધ્ય તત્ત્વોની ભકિત-સેવા-પૂજા-ઉપાસનામાં, અંતરથી આપણા બુદ્ધિ-મતની ચિત્ર-વિચિત્ર અટપટી ચાલબાજીથી સતતપણે પોષાઈ રહેલ આપણા અહંભાવરૂપ મીઠાના પહાડને, ઉપાસ્ય તત્ત્વોની ગુણદૃષ્ટિ કે પ્રમોદભાવના સહકાર સાથે કરાતી ઉપાસનારૂપ પાણીમાં, ઓગાળી નાંખવા માટેનો જે સપ્રયત્ન. હકીકતમાં સંસારના ઍટમબૉંબ સુપીરીઅર હાઇડ્રોજન બૉંબ કે તેવાં બીજાં સંહારક વિનાશક ભયંકર અસ્ત્રોમાં પણ અહંભાવરૂપ મીઠાના પહાડને નષ્ટ કરવાની શકિત નથી. વળી આત્માની વિવિધ કર્મના ઉદય અને ઉદયાનુવિદ્વ ક્ષયોપશમના આધારે ચિત્રવિચિત્ર પરિણમનરૂપ જે વિશિષ્ટ જાતની શક્તિઓ તેનાથી પાપાનુબંધી પુણ્યના સર્જન દ્વારા કદાચ પૌદ્ગલિક અનુકૂળતાના સંજોગો ઊભા થાય, પણ અહંભાવની અભેદ્ય મીઠાની પર્વતશ્રેણીને ભેદી ન શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384