Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 363
________________ ૩૧૨ શ્રી નમસ્કાર મહામંત્ર ચંદ્રિકા વિકાસના આધારે મોહના સંસ્કારોના ઘટાડા રૂપ ફળને, એકસરખી રીતે દર્શાવનાર બને છે. વિગતે = અન્ય સહાયની અપેક્ષા વિના આપમેળે, વિપક્ષ = રાગાદિ શત્રુઓ પર નિગ્રહ મેળવવાના કાર્યમાં સફળ બનતી રહે છે. વ્યાકરણમાં ધાતુના પરમૈપદી અને આત્મપદી એમ બે ભેદ છે, જેમાં ક્રિયાનું ફળ કર્મજન્ય અગર બાહ્ય પુરુષાર્થજન્ય અથવા પરપદાર્થના સહકારની અપેક્ષા હોય તે પરમૈપદ. જ્યાં ક્રિયાનું ફળ પરજન્ય હોવા છતાં તેની ગૌણતા કરી સ્વની મુખ્યતા રાખી ક્રિયાનું ફળ પોતાની શકિતથી પોતામાં આવ્યું છે તે દર્શાવવા માત્મને આવે. જેમ નિ = ગમ્ ધાતુ બન્નેમાં છે, જ્યારે હાથી, ઘોડા, લશ્કર, હથિયાર આદિબળે દુશ્મન પર વિજય મેળવવાની વાત રજૂ કરવી હોય ત્યારે ગત શતૂન એવો પ્રયોગ થાય. પણ જ્યારે લડાઈમાં રાજા તો લડતો નથી. સેનાપતિ કે લશ્કર લડે પણ જ્યારે લશ્કર જીતે ત્યારે ફલાણા મહારાજનો વિજય થયો – અથવા ફલાણા મહારાજ જય પામો એમ કહેવા માટે ત્યાં –વિનય મદીરાના એમ આત્મને પદ આવે. વ્યવહારમાં પણ સત્યમેવ વિનયછે. અહીં સત્ય પોતાની જયવંતપણાની સ્થિતિમાં, કોઈ બાહ્ય સામગ્રીની અપેક્ષા નથી રાખતું એમ સમજવું. સત્ય પોતાની નફકરતાના લીધે જ છેવટે જયવંત રીતે ઉપર તરી આવે છે તે રીતે અહીં વીતરાગ પરમાત્માની ભકિત – ઉપાસના – તેઓની આજ્ઞા પ્રમાણે જીવનનું ઘડતર કરવાની પ્રવૃત્તિ, બીજા કોઈ પુણ્ય કે તથાવિધ વિશિષ્ટ નિમિત્તોની અપેક્ષા વિના, રાગાદિ પ્રબળ દુશ્મનોના સમૂહ પર જયવંત બને છે. અર્થાત્ શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ-ઉપાસના કરનાર, તેઓની આજ્ઞા મુજબ - આથવત્યાગ - સંવરપ્રવૃત્તિ તરફ ઝૂકનાર વ્યકિત સ્વત: પણ રાગાદિ મોહના સંસ્કારો પર નિગ્રહ મેળવી શકે છે. તે રીતે શ્રી વીતરાગ પ્રભુની ભકિત તે સ્વતંત્ર - સ્વાશ્રય - અન્ય નિરપેક્ષ રીતે કાર્ય કરતી હોવાનું જણાવી, આરાધકોને તે પ્રત્યે વધુ વલણ દાખવવા ગર્ભિત સૂચન કર્યું લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384