Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 364
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૩૧૩ JD કંડિકા - ૨ વીર નિ સં. ૨૫૦૧, વિ. સં. ૨૦૩૧ ફાગણ સુ૧૦ બપોરે ૩-૩૭ મિનિટ, પરમકૃપાળુ પરમાત્મા, તારક દેવાધિદેવની મહાકૃપા રૂપે મળેલી બક્ષિસ. (સેરીસા તીર્થના ભૂમિગૃહસ્થ દિવ્ય શક્તિ નિધાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના માધ્યમથી મળેલ અપૂર્વ ખજાનાની ચાવીરૂપ ૯ કંડિકાઓ – તેમાંથી ૧, ૩ થી ૭ સંસ્કૃત, ૨ ગુજરાતીમાં, ૮-૯ પ્રાકૃતમાં તેમાંની બીજી કંડિકાનું વિવેચન શ્રી નવકાર પસાયે વિસં. ૨૦૩૨ આસો વ૮ થી ૬૪ પ્રહરી = આઠ દિવસ શાસ્ત્રીય મૌન દરમ્યાન થયેલ આત્મજાગૃતિ દશાએ ગમે તે દિવ્યશકિતના વાહક તરીકે લખ્યું – ૨૦૩રના આસો વદી ૧૦ સવારે ૭-૪૫ થી ૮-૧૫ દરમ્યાન) જાણે પરમાત્મા બોલ્યા : સંસારની સર્વશકિત કરતાં વીતરાગની ભક્તિ વધુ પ્રબળ છે !!!” અહાહા ! શું અદ્ભુત અમૃતના ઘૂંટડા આ પંક્તિના પ્રત્યેક શબ્દોમાંથી ટપકી રહ્યા છે! જાપની ગુરમુખે નિર્દેશલ પ્રક્રિયા બળે જપયોગની ચોથીથી પાંચમી ભૂમિકાના અંતરાળે રહેલ પુણ્યવાન, કરો આનંદ આ પંકિતઓ મેળવી !!! દેવગુરુકૃપાએ એ ભૂમિકાએ પૂ. ગુરુદેવશ્રીના વરદ આશિષ પ્રતાપે પહોંચવાથી અદ્ભુત આનંદના ઘૂંટડા એ પંકિતના શબ્દ શબ્દમાંથી પી રહ્યો છું !!! વારંવાર આ પંકિતઓ સામે જોઈ રહેવાનું સૂનમૂનપણે) ખૂબ જ મન થાય છે, અસ્તુ !!! આ કંડિકામાં શક્તિ અને ભકિત એ બે શબ્દો મુખ્ય છે. વ્યવહારમાં દુન્યવી કક્ષાના જીવો શકિતને મહત્ત્વ આપતા હોય છે, કેમ કે શકિતનું કાર્ય પ્રત્યક્ષ અનુભવથી જણાય છે. શક્તિ વિનાનો પદાર્થ કે માણસ દુનિયાની દષ્ટિએ ક્યરાતુલ્ય અને નમાલો ગણાય છે. માટે શક્તિ સંસારી રીતે મહત્ત્વની છે. તેમાં પણ શક્તિના કક્ષાવાર પ્રકારો વિવિધ જાતના છે. પૌગલિક પદાર્થોમાં પણ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તથા તેને લગતું વિશિષ્ટ વાતાવરણ, મિશ્રણ, પ્રયોગકર્તાની વિલક્ષણતા આદિને લઈ શક્તિ વિવિધ રૂપે પ્રકટે છે, જેનાં સારાં-નરસાં પરિણામો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384