Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot
View full book text
________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
૩૧૧
SID
I શ્રી સદ્ગુરુભ્યો નમોનમ: II
કંડિકા – ૧
વિ. સં. ૨૦૩૧ના ફાસુ. ૧૦, ૩-૩૭ (બપોરે) શ્રી શેરીસા પાર્શ્વનાથ તીર્થ (નીચે ભૂમિગૃહમાં) અનંતોપકારી, વિશ્વવત્સલ, તરણતારણહાર, કરુણાનિધાન, શ્રી વીતરાગ પરમાત્મા શ્રી સેરીસા પાર્શ્વનાથ પ્રભુના સાંનિધ્યે પ્રસાદિત કરેલ ૯ કંડિકાઓ.
૧લી સંસ્કૃતમાં–શાર્દૂલવિક્રીડિત છંદમાં ચોથું ચરણ “મવિત: મુતિત્તી सदा विजयते
વૈનેત્રી સન્મત '' ભાવાર્થ :- જિનેશ્વર = વીતરાગ પરમાત્મા તીર્થંકર દેવોની ભક્તિ = ઉપાસના = તેઓની આજ્ઞા મુજબ જીવન જીવવાની તત્પરતા.
સન્મતા = ત્રિકાળાબાધિત આત્મતત્ત્વના સ્પર્શ-સંવેદનવાળા મહાપુરુષોએ માન્ય કરેલી અર્થાત્ આવા ઉચ્ચ કોટીના મહાયોગી મહાપુરુષોએ પણ આદરેલ-સ્વીકારેલ.
બીજાં સાધનો તો તે તે ગુણસ્થાનક વિશેષની ભૂમિકાએ ઉપાદેય, છતાં આરાધકોને આરાધકભાવના પ્રકર્ષની ભૂમિકાએ આગળ વધતાં અકિંચિત્કર=નજીવા થાય, પણ શ્રી વીતરાગ પ્રભુની ભક્તિ ઉપાસના= તેઓની આજ્ઞા= આથવના સર્વથા ત્યાગ અને સંવરના સ્વીકારરૂપ જીવનને ઘડવાની પ્રક્રિયા, યથોત્તર તે તે ગુણસ્થાનકે કેવળજ્ઞાનની પૂર્વ ભૂમિકાએ મોહક્ષય ન થાય ત્યાં સુધી એકધારી રીતે યથોત્તર ઉપાદેય છે. તેથી સન્મતા=સપુરુષોથી આદર કરાયેલ.
સ = હંમેશાં - કોઈ પણ દેશકાળના પ્રતિબંધ વિના એકસરખી રીતે પોતાના પરિણામને દર્શાવતી. બીજાં સાધનો દેશકાળની વિષમતાએ, તે તે સહકારી સાધનોની તરતમતાએ, મોડા વહેલા કે ઓછા વધતા લાભને આપે, પણ શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાનુસાર જીવન ઘડવારૂપ ભકિત, દરેક દેશ-કાળમાં આરાધકભાવની તરતમતાના આધારે આરાધક પુણ્યાત્માની પ્રતિપત્તિના બળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384