Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 360
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ચારૂપ D ૩૬ ૨-૬-૮૬ જિનશાસનનો અર્થ જ પુરુષાર્થવાદ થાય છે. જિન = જીતે રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓને તે જિન, તેમનું શાસન = આજ્ઞા - રાગદ્વેષને જીતવા માટે ભવ્ય પુરુષાર્થની પ્રેરણા. આ રીતે જિનશાસન એટલે રાગાદિ અંતરંગ પરમાર્થ શત્રુઓને માત કરી, આપણા આત્મસ્વરૂપને પ્રગટાવવાનો ભવ્ય પુરુષાર્થ. વી ૩૦૯ આ રીતે પુરુષાર્થના પાયા પર અને આત્મસ્વરૂપના વિકાસ પર અવલંબિત જિનશાસનની ઓળખાણ ગુરુગમથી યથાયોગ્ય થાય ત્યારે અનાદિકાલીન સંસ્કારોની નાગચૂડમાંથી છૂટવાને યોગ્ય પુરુષાર્થ, જ્ઞાની સદ્ગુરુ ભગવંતની નિશ્રાએ શરૂ થયા વિના ન રહે. તે પુરુષાર્થના પંથે ચાલવાની તત્પરતામાં કોઈ દ્રવ્ય - ક્ષેત્ર - કાળ કે ભાવ અવરોધરૂપ ન બને. કોઈ પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રતીક્ષામાં લાખેણો માનવભવ અવિરતિની જંજાળમાં ફસાયેલ રહે તે સમજુ વિવેકી આત્માને કેમ પાલવે ? અલબત્ત ક્ષાયિક કે વિશિષ્ટ ક્ષયોપશમ ભાવે વર્તતા ઉચ્ચકોટિના સત્પુરુષની નિશ્રાએ નિર્જરાનો માર્ગ વધુ મોકળો થાય એ સહજ છે. છતાં તેવા વિશિષ્ટ સંયોગોની પ્રતીક્ષામાં વર્તમાનકાળે મળેલ તે તે કાળના ધોરણે વિશિષ્ટ ક્ષયોપશમવાળા મહાપુરુષોના અવલંબને નિર્જરાનો લાભ યથોત્તર કક્ષાનુરૂપ મળતો હોય તો તે પણ ‘લાડવાના ભરોંસે રોટલી'માં રહેલ આ પ્રસંગની જેમ આ વિષમ કળિકાળમાં મહાપુણ્યે મળી આવેલ સંવર – નિર્જરાના માર્ગના આલંબનને, વિશિષ્ટ સંપૂર્ણ નિર્જરાના આદર્શની વાતો - વિચારણામાં તરછોડવો તે કેટલું અનુચિત ગણાય ? - Jain Education International ખરેખર તો કર્મનાં બંધનોને ઓળખીને તે હઠાવવાના ભવ્ય પુરુષાર્થનો કાળ શુકલ પાક્ષિક આત્માને ૧ આવર્તથી વધુ સંસારમાં રખડવાનું નહિ હોવાથી ત્યારે બને છે. છતાં આ પુરુષાર્થની તકનો લાભ જાણીને ખોટા આદર્શની વાતોથી લાભ ન લેવો એ ખરેખર પ્રબળ અજ્ઞાનદશા ગણાય. તમારી પૂર્વજન્મની આરાધનાનું બળ વિશિષ્ટ ગણી શકાય કે તમે ક્રિયા અને ક્રિયાયોગની ભેદરેખા સમજવા શકિતશાળી થયા છો. પૂ॰ આ હરિભદ્રસૂરિ મ, પૂ ઉપા૰ યશોવિજયજી મ૰ તથા પૂ ઉપા૰ દેવચંદ્રજી મના ગ્રંથોનું પરિશીલન તમે પામી શકયા, આજે પણ જિનશાસન જયવંત છે. ક્રિયાના રાજમાર્ગથી જ ખરેખર જિનશાસન જયવંત છે. જ્ઞાનયોગ તે ક્રિયામાં રહેલ અશુદ્ધિને હઠાવી મોક્ષમાર્ગ તરફ વેગ વધારી આપે છે. પણ મૂળથી તો ક્રિયાયોગ છે, આ વાત તમારા ધ્યાન પર આવી છે તે પરમ સદ્ભાગ્યની નિશાની છે. અન્ય અધ્યાત્મવાદીઓના ગ્રંથોમાં - વાણીવિચાર – માં જ્ઞાનનો ગુંજારવ વધુ છે. જ્ઞાનની બોલબાલા છે. આત્માની વાત પણ જ્ઞાનના ધોરણે – તત્ત્વચિંતનના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384