Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 359
________________ ૩૦૮ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા જાળમાં જયે-અજાણે ફસાયા છે, પણ બધા જીવો મારા આત્મસ્વરૂપથી અભિન્ન છે. અર્થાત્ બધા નાના મોટા બંધુતુલ્ય છે. તેઓની કર્મબદ્ધ અવસ્થામાં સુધારો થાય અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી પોતાની શુભ સ્થિતિમાં તુરત આવે તેવી મિત્રતાનો ભાવ જગતના જીવ માત્ર પ્રતિ ઊપજે તે જિનશાસનને પામ્યાની સફળ નિશાની છે. આ મૈત્રીભાવ સમસ્ત ધર્મ આરાધનાનું મૂળ છે, કારણ કે મૈત્રીભાવ એ અજ્ઞાનદશામાંથી ઊપજતા જીવમાત્ર પ્રતિ દ્વેષભાવના ઘટાડાનું ચિહ્ન છે. મોટે ભાગે આપણા જીવનમાં પુદ્ગલ માત્ર પ્રતિ રાગ અને જીવ માત્ર પ્રતિ દ્વેષ સદાકાળ રહેતો આવ્યો છે. ખરી રીતે જીવ માત્ર પ્રતિ રાગ અને પુદ્ગલ માત્ર પ્રતિ ષ - અરુચિ હોવી જરૂરી છે. કેમ કે જીવો બધા આપણા સજાતીય છે તો દરેક જીવના સત્તાગત વિશુદ્ધ સ્વરૂપના આધારે આપણામાં જીવ માત્ર પ્રતિ રાગવૃત્તિ - મૈત્રીભાવ કેળવાય તે જરૂરી છે. તે રીતે જીવના સહજ શુદ્ધ જ્ઞાનાદિમય ચૈતન્ય સ્વરૂપથી વિપરીત જડ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને ક્ષણે ક્ષણે વિપરિણામી સ્વભાવવાળા અજીવ પદાર્થો પ્રતિ પ = અરુચિભાવ રહેવો જરૂરી છે. પણ મિથ્યાત્વના ઉદયથી ઊંઘી દષ્ટિ થવાના પરિણામે જીવ માત્ર પ્રતિ રાગ – મૈત્રી થવાના બદલે અરુચિ – પ અને પુદ્ગલ – અજીવ પદાર્થો તરફ અરૂચિ - દ્વેષના બદલે રાગવૃત્તિ થવા પામે છે. પરિણામે જીવમાત્ર પ્રતિ મૈત્રીભાવ વિકાસ પામી શકતો નથી. આ રીતે જિનશાસન પામ્યાની પ્રતીતિરૂપે જગતના નાના-મોટા સઘળા જીવો પર સમભાવે મૈત્રીભાવની કેળવણી થવી જરૂરી છે. તે કયારે બને કે જ્યારે અજીવ પદાર્થો પ્રતિ ભ્રમણા પુદ્ગલ પદાર્થની પરિણામિતા આદિ ગુણોના આધારે અરુચિ – દ્વેષ ભાવરૂપે પરિણમે. એટલે જિનશાસનના પાયામાં જેમ જીવ માત્ર પ્રતિ મૈત્રીભાવ જરૂરી છે તેમ વિષયો પ્રતિ વિરાગભાવ, અજીવ પદાર્થો પ્રતિ હાર્દિક રાગવૃત્તિનો અભાવ પણ જરૂરી છે. આવા જિનશાસનની પ્રાપ્તિ માટે યોગ્ય જ્ઞાની ગીતાર્થ ગુરુના ચરણોમાં વિનીતભાવથી બેસવાની ખાસ જરૂર છે, કે જેના પરિણામે જિનશાસનના ગહન તત્ત્વભૂત પદાર્થોનો યથાર્થ પરિચય મળી રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384