Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 367
________________ ૩૬૬ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા Sછે " શબ્દાર્થ : “સમસ્ત ભવ્ય જીવોને તારવામાં સમર્થ શ્રી વીતરાગ પ્રભુની ભક્તિ અને કલ્પવૃક્ષ વચ્ચે મેરુ અને સરસવના દાણા જેટલું અંતર છે.” વિવેચન : આરાધનાના પંથે ચાલનાર પુણ્યાત્મા, ધ્યેયમાં ખૂબ ચોકકસ હોય તો યથાર્થ રીતે સફળતાની ટોચે પહોંચી શકે. અનાદિકાળથી મોહની વાસનાના ઝપાટાથી, સંસારી જીવ માત્રનું ધ્યેય પગલિક પદાર્થોને મેળવી, તેનાથી સુખ-શાંતિ અનુભવવાનું હોય છે. જો કે હકીકતમાં તે અયથાર્થ છે કેમ કે પાણીમાં માખણ, ધૂળમાં તેલની જેમ, જગતના જડપદાર્થોમાં સુખ-શાંતિનાં તત્ત્વોની હયાતી જ નથી. તેમાં તો માત્ર વદિ ચારના વિકારી પરિણમનની મુખ્યતા હોય છે. સુખ-શાંતિ એ ચૈતન્યનો ધર્મ છે. તે આત્મા સિવાય બીજે કયાંય હોય નહીં, પણ મોહના વિષમ ઉદયથી, મદિરાના ઘેનથી અસતુ ચીજો પણ સ્વભાસિત થાય, તેમ પૌગલિક પદાર્થોમાં અછતા સુખ-શાંતિનો ભ્રમણાત્મક ખ્યાલ થવાથી, જીવમાત્રનું ધ્યેય પૌદ્ગલિક પદાર્થને મેળવી લેવાનું હોય છે, જ્યારે આરાધક પુણ્યાત્મા આરાધનાના પગથાર પર પગ મૂકતાં જ, અનાદિની ભૂલ સુધારવા પ્રયત્નશીલ બને છે. ભલે ! કર્મના વિષમ પાશની જકડામણના લીધે, અમલીકરણની દષ્ટિએ આરાધક જીવ ઓછાવત્તા અંશે હોય, પણ ધ્યેયની સ્પષ્ટતાની ખામી તો આરાધક પુણ્યવાનને હોય જ નહીં. એટલે આરાધક મહાનુભાવ પોતે સ્વયં આપમેળે, સદ્ગુરુનાં ચરણોમાં સમર્પણભાવ કેળવી, એ વાત સ્પષ્ટપણે હૈયામાં અંકિત કરે કે, આ વિશ્વમાં મારા જીવનને ઉપયોગી સુખ-શાંતિ નામની ચીજ પૌદ્ગલિક પદાર્થમાં છે જ નહીં. તે તો ચૈતન્યનો ધર્મ હોઈ, મારી પોતાની પાસે જ છે. માત્ર મારા ચૈતન્યના વિકાસના અવરોધક કર્મનાં આવરણોને ખસેડવાનો મહત્ત્વભર્યો પુરુષાર્થ કરવો જરૂરી છે. તે પુરુષાર્થની દિશા, રૂપરેખા, અને ગતિવિધિનું નિરૂપણ, અનંતોપકારી શ્રી તીર્થંકર વીતરાગ દેવ પરમાત્માઓએ અનંત અખૂટ ભાવદયાના ઉચ્ચ સ્તરે પહોંચી, જીવમાત્રને કર્મના પાશમાંથી છોડાવવાની મહઉદાત્ત વિચારધારાના પરિપાકરૂપે ઉપાર્જેલ શ્રી તીર્થંકર નામકર્મના ઉદયના આધારે, એકાંત હિતકરરૂપે જગતનાં પ્રાણીઓ સમક્ષ કર્યું. તેના સારાંશરૂપે આરાધક પુણ્યાત્માઓ નિર્ણય કરે છે કે જગતના ભૌતિક પદાર્થોની મેળવણી એ મારા જીવનનું લક્ષ્ય નથી, પણ અંતરંગ આત્મદશાના સ્વસંવેદનસિદ્ધ અનુપમ સુખશાંતિભર્યા સ્વરૂપને અનુભવવા માટે સક્રિય પ્રયત્ન કરવો, એ મારા જીવનનું લક્ષ્ય છે.” આવું લક્ષ્ય આરાધકને ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આરાધનાના પગથારે આવતાં જ અનાદિકાળની મોહવાસનાના પોષક સંસારી પદાર્થોની અસારતા કે વિરસતા જાણવા મળે. તે માટે વીતરાગ પરમાત્માનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384