Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 373
________________ ૩૨૦ સંપદા-સમૃદ્ધિ આપવા સાથે આત્માના અખંડ સામ્રાજ્યને અચૂક રીતે પ્રાપ્ત કરાવે છે. તેથી શ્રી નવકાર ચિંતામણિરત્ન કરતાં પણ ચઢિયાતો છે. આ રીતે શ્રી નવકાર મહામંત્રની અપૂર્વ મહિમા સૂચવનારી પાંચ ઉપમાઓ દર્શાવી. હવે શ્રી નવકાર મહામંત્રના લોકોત્તર આધ્યાત્મિક પ્રભાવને સૂચવતી ચાર ઉપમાઓ દર્શાવાય છે. જે આ ચિત્રમાં નીચેના ભાગે દેખાય છે : શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૬. વજ્ર (ડાબે) અને ૭. ચક્રરત્ન (જમણે) ૮. દીવાદાંડી (ડાબે) તથા ૯. વહાણ (જમણે) દેખાય છે. એટલે કે - શ્રી નવકાર મહામંત્ર એટલો બધો અદ્ભુત પ્રભાવશાળી છે કે - (૬) વજ્ર જે રીતે મોટા મોટા પર્વતોના ભુકકા કરી નાખે તેમ ઓગણોતેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ તોડવાની અપૂર્વ શક્તિ જેના એકેક અક્ષરના દ્રવ્યથી પણ ઉચ્ચારમાં રહેલી છે. તેવો શ્રી નવકાર મહામંત્ર અતિ ગૂઢ તીવ્રતમ મિથ્યાત્વ રૂપ મોહના સંસ્કારોને ગુરુગમથી કરાયેલ જાપ-ધ્યાન-ચિંતનાદિ પ્રભાવે નષ્ટ કરી નાંખે છે. આદિ વળી (૭) ચક્રવર્તીનું ચક્ર જે રીતે વિષમ દુશ્મનોને પણ ક્ષણભરમાં કબજે કરી દે છે, અને ચક્રવર્તીને છ ખંડની અપૂર્વ ઋદ્ધિ આપે છે, તે રીતે આ નવકાર પણ નિબિડતમ કર્મના સંસ્કારોનાં બંધનોને મૂળમાંથી છેદી આત્માને કર્મની ગુલામીમાંથી છોડાવી અખંડ આઐશ્વર્યનો ભોકતા બનાવે છે. આ પ્રમાણે (૮) દીવાદાંડી જેમ ભરદરિયે પહાડ કે ભેખડો સાથે અથડાઈને ભુકકો થઈ જવાના મહાન્ ભયમાંથી વહાણને દૂરથી ઉગારી લે છે તેમ કુવિચાર, તીવ્ર સંકલેશ આદિ વિષમ વિક્ષેપોમાંથી જીવનને હેમખેમ બચાવનાર શ્રી નવકાર મહામંત્ર છે. તે રીતે (૯) શ્રી નવકાર અનાદિઅનંત આ સંસારસમુદ્રમાં આથડી રહેલા આપણા જીવાત્માને નિરાબાધ પ્રમાણે પાર ઉતારી મુક્તિરૂપ નગરમાં લઈ જનાર સર્વ સાધન સંપન્ન સફરી વહાણ જેવો છે. આ રીતે શ્રી નવકાર મહામંત્ર જગતની અદ્ભુત ઉપમાઓથી પણ ખરેખર અવર્ણનીય બની રહે છે. માત્ર આવી વિશિષ્ટ ઉપમાઓથી શ્રી નવકાર મહામંત્રની અદ્ભુત શકિતઓ વિષે બહુ આછો ખ્યાલ આપી શકાય. ટૂંકમાં શ્રી નવકાર મહામંત્ર સર્વ ઉપમાઓથી અતીત અને સર્વશિરોમણિ છે. એ વાત આ ચિત્ર પરથી સમજી શકાય છે. વિશેષમાં આ ચિત્રમાં સૌથી ઉપર મધ્યભાગે શ્રી નવકાર મહામંત્ર પ્રતીક [યોગશાસ્ત્ર પૃ ૯, શ્લો ૩૧ થી ૩૬]નું આલેખન છે. તેની ડાબે શ્રી અરિહંત પ્રભુની સુંદર સ્થાપના શ્રી નવકારના આરાધકોના હૈયામાં અહંદાજ્ઞાનું પ્રાધાન્ય દર્શાવવા કરી છે. જમણી બાજુ સિદ્ધ ભગવાનનું નિરંજન નિરાકારપણું દર્શાવવાપૂર્વકની સ્થાપના આરાધનાના છેવટના લક્ષ્ય તરીકે સિદ્ધિ પદની પ્રાપ્તિનું મહત્વ દર્શાવ્યું છે. નીચે ડાબે J અને જમણે “ બતાવ્યાં છે. જે બંને પંચપરમેષ્ઠીઓને ગુણાનુરાગપૂર્વક નમસ્કાર કરવારૂપના લક્ષ્યાર્થવાળા શ્રી નવકાર મહામંત્રની માંત્રિક શકિતઓના પ્રતિનિધિ સમા મહાન્ સવોત્કૃષ્ટ મંત્રબીજો છે. આ રીતે આ ચિત્ર ભાવિક પુણ્યાત્માઓના હૈયામાં શ્રી વીતરાગ શાસન નિર્દિષ્ટ ભાવશુદ્ધિની કેળવણી માટે ખૂબ જ ઉપયોગી છે. વધુ માર્મિક રહસ્ય જ્ઞાની ગીતાર્થ ગુરુ પાસેથી સમજવા પ્રયત્ન કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384