Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 384
________________ 00 હો હો હો હો હા હીહીહીહીહીહીહી, મહામંગલ શ્રી નવકાર છે શ્રી નવકાર મંત્ર એટલે તાવી-તાવીને ચોકખું કરેલું શુદ્ધ ઘી. શ્રી નવકારમંત્રની આરાધનાના વાતાવરણથી વિરાધનાની દુર્ગંધ દૂર થાય છે, અને આરાધનાની સુવાસ ફેલાય છે. શ્રી નવકારમંત્રના મહિમાથી વિદ્ગો ટળે, આત્મામાં નિર્મળતા પ્રગટે, વંછિત ફળે અને અગ્નિ પણ જળરૂપ બને, એવા આ મંત્રનો મહિમા અપરંપાર છે. ત્રણે કાળમાં શ્રી નવકારમંત્ર શાશ્વત છે. સનાતન છે. દુનિયામાં બધા શબ્દો ફરે પણ શ્રી નવકારમંત્રના શબ્દો ત્રણે કાળમાં ફરે નહીં. જેના હૈયામાં પવિત્રતા પૂર્વક શ્રી નવકારમંત્રનું રટણ ચાલુ રહે છે, તેના પાપો નાશ થાય છે. અરે ! એટલુંજ નહિ પણ શ્રી નમસ્કાર ગણનારને બીજો કોઈ હાથ જોડે, પ્રશંસા કરે તો તેના પણ પાપો નાશ પામે છે. શ્રી નવાકરમંત્રની ઉપાસના, આરાધના, સાધના, જાપ, રટણ, સ્મરણ, ઉચ્ચારણ વિગેરે સંસારની વિચિત્રતામાંથી, અને શરણતામાંથી, દુઃખની જવાળામાંથી તારણહાર છે. કર્મને નહિ, કર્મની પરંપરા તોડવા માટે શ્રી નવકારમંત્ર છે. દુઃખને નહિ, દુઃખની પરંપરા તોડવા માટે શ્રી નવકારમંત્ર છે. મરણ નહિ, મરણની પરંપરા તોડવા માટે શ્રી નવકારમંત્ર છે. જન્મ નહિ, જન્મની પરંપરા તોડવા માટે શ્રી નવકારમંત્ર છે. પાપ નહિ, પાપની પરંપરા તોડવા માટે શ્રી નવકારમંત્ર છે. પં. શ્રી અભયસાગરજી મ. સા. રોકી શીરો ali ration Internation For Private Personal use only www.jainelibrar

Loading...

Page Navigation
1 ... 382 383 384