Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 376
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૩૨૧ આરાધનામાં પ્રાણ પૂર્તિ કરનાર ખૂબ જ ભાવોલ્લાસ જાગ્રત કરનાર શ્રી મહામંત્રની આરાધના ચિત્રનો પરિચય આ ચિત્ર મુમુક્ષુ પુણ્યાત્માની શ્રી નવકાર મહામંત્રની આરાધનાની પદ્ધતિને સૂચવે છે. આ ચિત્રમાં જમણે બૅટરી અને તેજવર્તુલના પાછલા ભાગે ગાઢ જંગલ દર્શાવ્યું છે, તે ભવ અટવી છે, તેમાં મિથ્યાત્વની કાજળઘેરી સઘન રાત્રિનો અંધકાર ચોપાસ પથરાયેલ દર્શાવ્યો છે. ચિત્રની પૃષ્ઠભૂમિકામાં અને જમણે નાના-મોટા દુર્ગમ પર્વતોની હારમાળા દર્શાવી છે, તે મોહનીય આદિ કર્મના વિષમ સંસ્કારો મોટે ભાગે જીવનમાં ક્લાયેલા છે, એમ સૂચવે છે. આવી વિષમતાઓના ઘેરાવામાં રહેલ પણ કો'ક પુણ્યાત્માને પૂર્વના પ્રકૃણ પુણ્યથી કો'ક પુણ્ય ક્ષણે જીવનશુદ્ધિના રાજપંથે લઈ જનાર ધર્મની આરાધનાનો સંકલ્પ થઈ આવે છે, અને આરાધના માટે તૈયાર થાય છે. પણ રાગ, દ્વેષ, મૃત્યુનો ભય, દુર્ગાન, કષાય, કર્મસત્તા, આદિ જંગલી જીવોનો ત્રાસ ઉપરાંત મિથ્યાત્વના અતિગાઢ અંધકારથી ગૂંચવાઈ જાય છે. એટલામાં દેવગુરુ કૃપાએ અનંત જીવોને પરમહિતકારી મોક્ષમાર્ગની સાધનામાં ઉપયોગી શ્રી નમસ્કાર મહામંત્રરૂપ હાથબત્તી(બૅટરી)નો પ્રકાશ જમણી બાજુથી (ચરમાવર્તક શુકલપાક્ષિક આદિ દિશાએ અનાદિકાલીન વામ-વિપરીત પ્રવૃત્તિ અટકાવવાથી દક્ષિણ મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિની સાહજિકતાએ) સાંપડે છે. તેના દિવ્યતેજથી આરાધક પુણ્યાત્મા પરમેષ્ઠીઓના શરણે વૃત્તિઓના સમર્પણની શકિત કેળવી આજ્ઞાધીનતારૂપે આરાધનાની શાશ્વત નિરાબાધ રાજમાર્ગરૂપ કેડી પર ચઢી જાય છે, અને ભવ અટવીમાં નિરાધાધપણે આત્મશક્તિઓને વિકસિત કરનાર અધ્યવસાય શુદ્ધિનો પર્વત દષ્ટિગોચર થાય છે. જેની સંકલેશ-હાનિરૂપ તળેટીએ પહોંચી આરાધક જીવ મોહના સંસ્કારોની અટપટી ગૂંચમાંથી મુક્તિ મેળવે છે. અને આરાધકભાવરૂપ શિખરના ભાગે પહોંચી જીવનશુદ્ધિનું સનાતન સત્ય મેળવવાની સક્રિય આરાધના પ્રારંભી શકે છે. આ પર્વત ઉપર શ્રી નવકારના પરમ તેજમાં લાધતી આચારવિચારની સરણિઓ દ્વારા આરાધક ભાવના શિખરે પહોંચી જઈ પુણ્યાત્મા જપમાં લીન બની આરાધનાને ગતિશીલ બનાવે છે. આ વખતે ભવ અટવીમાં અત્યાર સુધી હેરાન કરનારા જંગલી જનાવરોના ત્રાસથી શ્રી નવકારના જપ અને ધ્યાનની સ્કૂર્તિબળે છુટકારો મેળવે છે. મૃત્યુરૂપ હાથી કષાયરૂપ સર્પ રાગરૂપે સિંહ દુર્ગાનરૂપ વીંછી પરૂપ સૂઅર વળી શ્રી નવકારના દિવ્ય તેજથી અનાદિકાલીન વાસનાના કેન્દ્રસમા કંચન, કામિની, કુટુંબ, કાયાનાં ચાર વર્તુલોની અસારતા સમજાઈ જાય છે, તેથી ત્યાંની દષ્ટિ ખસેડી (બૅટરીના ઉપરના ભાગે) શ્રી નમસ્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384