Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 377
________________ ૩૨૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા મહામંત્રના દિવ્ય તેજસ્વી વર્તુળ (જેમાં નવકાર મહામંત્રના દરેક પદોની ચિત્રાત્મક- પ્રતીકરૂપ ભાવવાહી સ્થાપના છે.) તરફ આરાધક જીવ દષ્ટિ સ્થિર કરે છે. તેજસ્વી વર્તુળના ઉપરના ભાગે નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્માના શાશ્વતપદને લક્ષ્યરૂપે મગજમાં સ્થિર કરે છે. દષ્ટિ અને મગજની ધ્યેયલક્ષિતા દર્શાવનારી તેજરેખા આરાધક ભાગ્યશાળીનાં નેત્ર અને મસ્તકમાંથી નીકળતી દર્શાવી છે. આવી સુંદર પદ્ધતિપૂર્વકની આરાધનાની મંગલપદ્ધતિ અપનાવવાના પરિણામે આરાધક ભવ્યાત્માની પાછળના ભાગે મોહનીય કર્મની વિશિષ્ટ પર્વતીય ગુફા વગેરેમાં વસનાર કર્મરૂપ મહારાક્ષસ (કે જે દુષ્ટાધ્યવસાયરૂપ તીક્ષ્ણ અણીદાર ભાલ અને દુરાચરણરૂપ ખડ્ઝ (તલવાર) લઈ અનાદિકાળથી દરેક જીવાત્માની પૂઠે પડ્યો છે.) પણ હતવીર્ય બની જાય છે. તેનું જોર કાંઈ ચાલતું નથી, પરિણામે આરાધક ભાગ્યશાળીના મુખારવિંદ પર પૂર્ણ નિર્ભયતા અને સ્વસ્થતા ઝળકે છે. તેમજ આરાધક મહાનુભાવ પોતાના શિરછત્રરૂપે શ્રી નમસ્કાર મહામંત્રની પરમોચ્ચ આધ્યાત્મિક શક્તિઓ અને દરેક વર્ષે ૧૦૮ ઉત્કૃષ્ટ વિદ્યાઓની મહાશક્તિઓના સંયુક્ત ઓજસ્વી પ્રવાહને પોતાના મસ્તકે વરસતો કલ્પી અવર્ણનીય પ્રસન્નતા અનુભવે છે. આ રીતે આરાધનાના રાજમાર્ગે સફળ૫ણે સંચરવાના કે ધપવાના વિકાસ માટે શ્રી અરિહંત પરમાત્માના સફળ માર્ગ નિર્દેશરૂપ શાસન ઉપર બહુમાન કેળવવાની જરૂર છે. તેથી આ ચિત્રમાં મધ્યભાગે સૌથી વધુ તેજસ્વી તારક સમા શ્રી અરિહંત પરમાત્મા દર્શાવ્યા છે. આ રીતે આ ચિત્રમાં સાધનામાં વિક્ષેપ ઊભો કરનાર અનાદિકાલીન સંસ્કારોના ગૂંચવાડા ઉપજાવનાર બાધક કર્મસત્તાના ચિત્રવિચિત્ર પ્રકારો પર વિજય મેળવી વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરીને આરાધક શી રીતે સફળ આરાધના કરી શકે? તેનું સંક્ષિપ્ત સર્વાગ સંપૂર્ણ દિગ્દર્શન જણાવ્યું છે. અધિકારી મુમુક્ષુ જીવો ગુરુગમથી વિશેષ ખુલાસો મેળવી જીવનને મહામંત્રની વિશદ આરાધનાના મર્મને સમજી મંગલમય આરાધના કરવા ભાગ્યશાળી બને. શ્રી નમ, મહામંત્રનું સ્મરણ = સંપત્તિ શ્રી નમ મહામંત્રનું વિસ્મરણ = વિપત્તિ ચૌદ પૂર્વનો સાર શ્રી જિન શાસનનો સાર, જેના મનમાં છે નવકાર, તેને શું કરે સંસાર ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384