Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 356
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૩૦૫ આત્મલક્ષી પ્રવૃત્તિઓમાં મોહના સંસ્કારોના ક્ષયોપશમની ખાસ પ્રધાનતા હોઈ, તે માટે જ્ઞાનીઓની નિશ્રાએ યોગ્ય પુરુષાર્થ ખૂબ જ જરૂરી છે. કેમ કે પુરુષાર્થ વિના મોહનું આવરણ ખસે શી રીતે ? અવળા પુરુષાર્થથી તે આવરણ આવ્યું છે તો સવળા પુરુષાર્થથી તેને હટાવી શકાય. પુદ્ગલલક્ષી પુરુષાર્થની દિશા તે અવળી ગણાય પણ આત્મલક્ષી પુરુષાર્થ તે સવળી દિશા ગણાય. તેથી આપણા પુરુષાર્થને આત્મલક્ષી બનાવવા માટે ઔદયિકસંસારી પ્રવૃત્તિઓમાં પુરુષાર્થની ગૌણતા સ્વીકારવી જરૂરી છે. ઔદયિકભાવોની પફકડ પુરુષાર્થ તરફ ખેંચી જાય છે પણ સાચી સમજણ કેળવી, અવળી દિશાના પુરુષાર્થથી બચવા પ્રયત્ન કરવો જરૂરી છે. આત્મા અને તેના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ, જ્ઞાની પુરુષોનાં ચરણોમાં, સવળો પુરુષાર્થ કરવાથી સહેલાઈથી થાય છે. જ્ઞાની મહાપુરુષોની નિશ્રા આપણા અંતરના વિવેકને જાગ્રત કરે છે કે કર્તવ્ય દિશા કઈ છે ? નિકાના બળે પુદગલ રાગને નિષ્ક્રિય બનાવવા મથામણ થાય છે અને અંતરંગ આત્મલક્ષી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારી સવળી દિશાના પુરુષાર્થની તક ઝડપી લેવાય છે. વિચારો અને પરિણતિ પુરુષાર્થની દિશા તરફ વળે તે સાહજિક છે. પણ પુરુષાર્થની સાચી દિશા જે જ્ઞાની મહાપુરુષોની સત્કરુણાથી સમજાઈ જાય તો પરિણતિ – વિચારોનું બળ અંતર્મુખ બની શકે. આપણી સઘળી આરાધના શ્રેયમૂલક હોય એ જરૂરી છે. પ્રેમ = સંસારી વાસના પોષક પદાર્થોના સાહજિક આકર્ષણને ઘટાડવા માટે, અંતરથી સાવધપણે આત્મલક્ષી પુરુષાર્થની કેળવણી કરવી જરૂરી છે. પ્રેયમૂલક વિચારણાદિ અંતરના પુદ્ગલરાગને ઉત્તેજન આપી સરવાળે આપણા વિચારો – પરિણતિને બહિર્મુખતા તરફ વાળી દે છે. માટે સૌથી વધુ જરૂરી બાબત એ છે કે આપણી આરાધના શ્રેયમૂલક થવી ઘટે - અનાદિકાલીન પ્રેમ = પૌગલિક પદાર્થોને મેળવવા – ટકાવવા માટે કરાતી પ્રવૃત્તિઓ, શ્રેયમૂલક સાધના તરફ ઝુકાવ થતો અટકાવે છે. તેથી વિવેકી આરાધક પુણ્યાત્માએ શ્રેયમૂલક ધ્યેયને અંતરની અભીપ્સા = ઉત્કૃષ્ટ કામના દ્વારા મેળવવાની જરૂર છે. તેનાથી આત્મલક્ષી પ્રવૃત્તિઓનું બળ યોગ્ય દિશામાં વળવા પામે અને પૌગલિક વિભાવદશાના બાહ્ય આકર્ષણનું બળ ઘટાડી શકાય. પુણ્યબળે મળી આવેલ સાધનસામગ્રી અંતરને બહિર્મુખ ન થવા દેવામાં વપરાય તે ખાસ જરૂરી છે. આ રીતે સવળા પુરુષાર્થની દિશા જાળવવી જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384