Book Title: Manne Shant Rakho Author(s): Nautambhai R Vakil Publisher: Shrutsar Trust View full book textPage 6
________________ તમે જણાવ્યા મુજબ છેલ્લા દસ-બાર વર્ષથી તમે ત્યાં જાઓ છો અને વક્તવ્ય-આરાધનાદિ કરાવો છો અને ઉપરોક્ત મર્યાદાઓ તમે બરાબર જાળવવાનો પ્રયત્ન કર્યો છે અને એનાં રુડાં ફળ પણ અનુભવવા મળ્યા છે. એ વગેરે જાણી આનંદ થયો. તમારા પ્રયાસની અનુમોદના પણ કરી છે. તમે ત્યાંના સરળસ્વભાવી અલ્પબોધવાળા અને ધર્મની જિજ્ઞાસા ધરાવતા પુણ્યાત્માઓના લાભ માટે કષાયો અને તેનું સ્વરૂપ સમજાવી તેનાથી બચવાના ઉપાયો તેમજ બચવાથી થતા લાભો વગેરે સમજાવતું પુસ્તક તૈયાર કર્યું છે. તે તમારી ભાવના સફળ થાઓ ! તમારો પુરુષાર્થ લેખે લાગો અને એના દ્વારા તત્રસ્થ જીવોને જિનવચનો સમ્યગ્બોધ પ્રાપ્ત થાઓ. એ જ શુભાભિલાષા. | ઘરમાં તમારા સુશ્રાવિકા અને પુત્રાદિક-પરિવાને ધર્મલાભ જણાવશો... એ જ લિ. વિજય કીર્તિયશસૂરિના ધર્મલાભPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 112