Book Title: Manne Shant Rakho Author(s): Nautambhai R Vakil Publisher: Shrutsar Trust View full book textPage 4
________________ આશીર્વચની 66 સુશ્રાવકનૌતમભાઈ ધર્મલાભ... ‘મનને શાંત રાખો’ પુસ્તકનું લખાણ જોયું. જેમાં તમે મનની મહત્તા સમજાવી છે અને કષાયોની કાલીમાનું સુંદર વર્ણન કર્યું છે. અત્યારના કાળમાં લોકો અશાંત છે. ત્યારે આ અધ્યાત્મ લખાણ લોકોને ઉપયોગી બનશે. દેવ-ગુરુની અસીમ કૃપાથી અને તમારા વિશાળ વાંચનઅભ્યાસથી તમારું આ પુસ્તક જિજ્ઞાસુ જીવોને ઘણું ઉપયગી બનશે. તમોએ પરદેશમાં ઘણા વર્ષો જૈનદર્શનના પ્રવચન આપેલ છે. ત્યાં જિજ્ઞાસુઓ સ્વાધ્યાય, સત્સંગમાં વધારે રસ લે છે. તેથી પરદેશમાં પણ આ પુસ્તક લોકોને ખૂબ પસંદ પડશે. આવા સુંદર વિષયની પ. પૂ. આચાર્ય શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ. સા.ના પુસ્તકમાંથી સંકલન કરવા બદલ તથા તમારા વિશાળ વાંચનના આધારે થતા પ્રવચનોના નિમિત્તથી દેશ-પરદેશમાં આવા તાત્ત્વિક વિષયમાં સૌ રસ લેતા થયા છે. તે કાર્ય માટે તમોને ઘણા ઘણા અભિનંદન છે. તમે સ્વ-પર શ્રેય કરતા રહો અને તમારું આત્મ-કલ્યાણ પણ સાધતા રહો એવા આશીર્વાદ છે. અમો દેવ-ગુરુ કૃપાએ સુખશાતામાં છીએ. રામસૂરિ આરાધના ભવન, પાલડી, અમદાવાદ. -ગુણશીલસૂરિના ધર્મલાભPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 112