Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 5
________________ // શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | // નમો નમઃ શ્રી ગુરુ રામચંદ્ર-ગુણયશસૂરિભ્યામ્ | ૨૦૭૩, કાર્તિક સુદ કિ. ૪, ગુરુવાર સમેતશિખર તળેટી તીર્થ દેવ-ગુરુભક્તિકારક સુશ્રાવક નૌતમભાઇ વકીલ યોગ્ય ધર્મલાભ. તમે વિવિધ પૂજ્યોના તેમજ મારા ઝાણું પુસ્તક આદિના આધારે ક્રોધાદિ કષાયો ઉપર એક પુસ્તિકા લખી તેનું મેટર મને જોવા મોકલાવી આશીર્વાદ મંગાવ્યા તે જાણ્યું. ' પુસ્તક જોયું. થોડા પાનાં મુફ પણ મહાત્માએ તપાસ્યું છે. ત્યાં કોઇ મહાત્માને બતાવી પૂરું વંચાવી-સુધરાવી લેશો, જેથી પ્રુફ અને પદાર્થની કોઇ ભૂલ રહેવા નપામે. - અમેરિકા જઇને ધર્મ ઉપર વક્તવ્યો કરવા માટે તમને આમંત્રણ આવતાં તમે મારી પાસે આવેલા ત્યારે મેં તમને માર્ગદર્શન આપેલું કે, “ત્યાં જનારા પૈકી કેટલાક લોકો આચાર-વિચાર અને પ્રરૂપણા” એમ ત્રણેય કે પૈકી કોઇ એક બે મોર્ચે ચૂકી જઇ અન્યને ધર્મ પમાડવાને બદલે એમનાં ધર્મધનને લૂંટી લેતા પણ જણાય છે. તમે વક્તવ્ય - આરાધના માટે ત્યાં જાઓ જ છો, તો આ ત્રણેય બાબતમાં કોઇ બાંધછોડ ના કરતા. જે પણ કહેવામાં આવે તે ગીતાર્થ સંવિગ્ન મહાત્માઓના વચનોના આધારે જ કહેવાનું રાખશો. ત્યારે તમને એ વાત ગમી હતી અને તમે મને એ બાબતમાં પૂરેપૂરો અમલ કરવાની ખાતરી પણ આપી હતી.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 112