________________
ભાવનામાં જરા પણ ફરક નહિ. આવા ચતુર્વિધ શ્રીસંઘને પોતાનો વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે, ઉત્પન્ન થયેલા વૈરાગ્યને વધારવા માટે, એને જીવનપર્યત જાળવી રાખવા માટે પ્રધાન અંગ છે સ્વાધ્યાય. કહ્યું પણ છે કે
सज्झाएण पसत्थं झाणं जायइ अ सव्वपरमत्थं। सज्झाए वटुंतो खणे खणे जाइ वेरग्गं ।।
ભાવાર્થ : સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાન થાય છે, એ જ રીતે સ્વાધ્યાયથી દરેક વસ્તુનો પરમાર્થ પ્રાપ્ત થાય છે; વળી સ્વાધ્યાયમાં વર્તતો આત્મા ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે.
વાત પણ સાચી છે કે સ્વાધ્યાય શબ્દની વ્યુત્પત્તિ પણ એ જ વૈરાગ્યમાં સ્થિર થવાનું સૂચવે છે. 'शोभनोऽध्यायः स एव स्वाध्यायः ।' ભાવાર્થ : સારું અધ્યયન એ જ સ્વાધ્યાય. સુ–સુટ્ટ, ગા=મર્યાદા, અધીયતે સ સ્વાધ્યાય: I'
ભાવાર્થ : 'સુ' એટલે સારી, ‘આ’ એટલે મર્યાદાપૂર્વક જે ભણાય તે સ્વાધ્યાય. સુ અને આ આ બે અક્ષરોની સંધિ થવાથી સ્વા બને છે. એમાં અધ્યાય ભળીને આપણો સ્વાધ્યાય' શબ્દ બને છે.
આવી બીજી પણ અનેક વ્યાખ્યાઓ બનાવી શકાય. જેમ કેસ્વસ્થ અધ્યયન / અગર સ્વસ્થ અધ્યાય: |
ભાવાર્થ : પોતાનું (આત્માનું) અધ્યયન અગર અધ્યાય તે સ્વાધ્યાય, સ્વાધ્યાયમાં જે અધ્યાય શબ્દ છે તે પણ અધિકતા કે ઊર્ધ્વતાવાચક એવા અઘિા ઉપસર્ગ સાથે પ્રાપ્તિવાચક માય શબ્દ સાથે જોડાઈ બન્યો છે. તેનો અર્થ વિચારીએ તો પણ ‘(4) આત્માની-આત્મભાવની (ધ) અધિકાધિક અગર ઊર્ધ્વગામી એવી (ગાય) પ્રાપ્તિ' જેનાથી થાય તે સ્વાધ્યાય.
સાધુપણાને શ્રાવકપણાને યથાસ્થિત જાળવવા અને વધારવા માટે સ્વાધ્યાય પરમોપયોગી સાધન છે, એ આટલી વિચારણા ઉપરથી ખ્યાલ આવે છે. માટે જ જિનાગમોમાં પ્રભુએ સાધુ-સાધ્વી માટે ચોવીસ કલાકમાં ચાર પ્રહર (લગભગ બાર કલાક) તો સ્વાધ્યાય માટે જ ખાસ ફાળવ્યા છે અને બે પ્રહર (લગભગ છ કલાક) વળી સ્વાધ્યાયના ફળ રૂપ ધ્યાનની સાધના માટે ફાળવ્યા છે. સ્વાધ્યાયનું મહત્ત્વ કેટલું બધું છે તે આના ઉપરથી ય સમજી શકાય છે.
આ સ્વાધ્યાયના પાંચ પ્રકારો છે જે મૃતની આરાધના રૂપે છે. એટલું જ નહિ પણ ક્રિયા અગર ચારિત્રના પ્રાણરૂપ પણ છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર જિનાગમાદિ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. 'सज्झाए पंचविहे पण्णत्ते तं जहा... वायणा पडिपुच्छा, परिअट्टणा, अणुप्पेहा धम्मकहा।'
ભાવાર્થ : સ્વાધ્યાય પાંચ પ્રકારનો કહેલો છે. તે આ રીતે ૧-વાચના, ૨-પ્રતિપૃચ્છા, ૩-પરિવર્તના, ૪અનુપ્રેક્ષા અને પ-ધર્મકથા.
પ્રતિપૃચ્છા એટલે જ પૃચ્છના, પ્રશ્નોત્તરી. પરિવર્તના એટલે જ પરાવર્તના અગર ગુણના. અનુપ્રેક્ષા એટલે સૂક્ષ્મ સૂત્રાર્થ ચિંતન. આ થયા એના પર્યાયો. વાચના-વિનય-વૈયાવચ્ચાદિ દ્વારા પ્રસન્ન થયેલા ગુરુ ભગવંત પાસેથી સ્વ-સ્વ ભૂમિકા અને યોગ્યતા
12