________________
- શક્તિસંપન્ન અને અલ્પશક્તિવાળાએ કેવા જિનમંદિરનું નિર્માણ કરવું, જૈન શાસનમાં આગમશાસ્ત્રોનું શું મહત્ત્વ છે અને જિનાગમ લખાવનારને કેવો લાભ થાય છે, - લખાયેલ આગમોનો શું ઉપયોગ કરવો, - શ્રમણ-શ્રમણી ભગવંતોની કેવા દ્રવ્યોથી ભક્તિ કરવી,
- શ્રમણી ભગવંતોની કેવી વિશેષ ચિંતા કરવી, કાળજી લેવી, તેમાં કેવું ઔચિત્ય, મર્યાદા અને વિવેક રાખવો,
શ્રાવક-શ્રાવિકાની કેવા દ્રવ્યોથી ભક્તિ કરવી, તેમની ભકિત કરવાના વિવિધ પ્રકારો વગેરે વર્ણન કરી દાનની મહત્તાનું સ્થાપન કર્યું છે. ઉપરાંત લૌકિક અને લોકોત્તર શાસનમાં સ્ત્રીઓને દોષબહુલ જણાવી છે અને અનુભવથી પણ એવું જ લાગે છે તો સ્ત્રીઓનું દાન-સન્માન અને વાત્સલ્ય શા માટે કરવું ? આ પ્રશ્ન ઉઠાવી આ વાત એકાંતે નથી પણ બહુલતાથી છે, કેટલાક પુરુષોમાં પણ દોષ હોય અને ઘણી સ્ત્રીઓ ગુણ સંપન્ન પણ હોય એ સમજાવીને એનું હૃદયંગમ સમાધાન પણ આપ્યું છે.
આગળ વધીને ઉપદેશમાળાના ભોજન અધિકાર દ્વારા, ભગવતી સૂત્રમાં આવતા તંગીયા નગરના શ્રાવકોના વર્ણન દ્વારા અને આવશ્યક નિર્યુક્તિના અતિથિ સંવિભાગ વ્રત અધિકાર દ્વારા શ્રાવકોની ઉદારતા અને દાન પ્રવૃત્તિની પુષ્ટિ કરી છે.
શક્તિસંપન્ન શ્રાવકોએ હંમેશા દાન આપવું જોઈએ અને જેની શક્તિ નથી તેમણે કેવા ભાવથી અનુમોદના કરવી તેનું પણ વર્ણન કર્યું છે. અંતે સુપાત્રદાનના લાભો વર્ણવવા ધનદેવ અને ધનમિત્રની કથા પણ વર્ણવી છે.
શીલ નામના બારમા કર્તવ્યમાં : શીલની પ્રભાવસંપન્નતા, શીલપાલનની દુશ્મરતા, ચતુર્થવ્રત પાલનમાં સર્વવ્રત પાલનતા, ચતુર્થવ્રત ભંગમાં નિશ્ચયનય અને વ્યવહારનયની દૃષ્ટિએ શેષાવ્રતોનો ભંગ વગેરે બાબતોનું વર્ણન કર્યા પછી શુદ્ધ શીલ પાળવા નવ વાડોનું વર્ણન કર્યું છે. તેમાં ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સૂત્રના આધારે વધારે ઊંડાણ બતાવી, પુદ્ગલમાં પરિણામોનો વિચાર કરવા રૂ૫ ઉપાય પણ બતાવ્યો છે.
બધાં વ્રતોમાં ચતુર્થ વ્રત પાલન દુષ્કર શા માટે છે તેવા પ્રશ્નનું સુંદર સમાધાન પણ આપ્યું છે. વળી શીલધર્મનું મહિમાગાન કરતાં લખ્યું છે કે, “ઐશ્વર્યનું ભૂષણ ચતુરતા છે, શાસ્ત્રનું ભૂષણ વાણીનો સંયમ છે, જ્ઞાનનું ભૂષણ ઉપશમ છે, શ્રુતનું ભૂષણ વિનય છે, ધનનું ભૂષણ સુપાત્રમાં દાન છે, તપનું ભૂષણ અક્રોધ છે. ધર્મનું ભૂષણ નિર્વાચ્યતા છે. પણ સર્વકાળમાં સર્વશ્રેષ્ઠ વસ્તુઓનું પરમ ભૂષણ શીલ છે.”
શુદ્ધ શીલ પાળવાના ઉપાયો, શીલ પાલન માટે અસમર્થ શ્રાવકો માટે મર્યાદા, તેનાથી થતા લાભોનું વર્ણન કરી, નપુંસકપણું, તિર્યચપણું, ઈન્દ્રિયોનો છેદ, ભવ-ભવે દુર્ભાગ્યતા વગેરે અબ્રહ્મના ફળોનું પણ વર્ણન કર્યું છે.
અબ્રહ્મમાં કેટલી જીવ હિંસા છે, કામશાસ્ત્રો પણ કેટલી જીવ હિંસા માને છે, તેનું આગમ પાઠોના આધારે વર્ણન કરી વેશ્યા અને પરસ્ત્રીના ત્યાગ માટે તેમનાં સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે.
લાંબું આયુષ્ય, દઢ સંઘયણ, સુંદર સંસ્થાન, તેજસ્વિતા, મહાવીર્યતા વગેરે બ્રહ્મચર્યનાં ફળો બતાવી, વૈધવ્ય, દિૌર્ભાગ્ય, વંધ્યાપણું, વિષકન્યાપણું વગેરે શીલખંડનથી કેવા નુકશાન થાય છે તે મહાનિશીથ વગેરે આગમગ્રંથના આધારે નિરૂપણ કર્યું છે. આ બધું વર્ણન કરી દઢપણે શીલ પાલન કરવા ઉપર ભાર મુકયો છે.
26