________________
ચઉવિસત્થો નામના પાંચમા આવશ્યકમાં તીર્થકરોના નામગ્રહણપૂર્વ પ્રતિક્રમણમાં કરાતાં મહાનિર્જરાનું કારણ થાય છે વગેરે વર્ણન કરી એ માટે જંબૂકુમારનું દૃષ્ટાંત બતાવ્યું છે.
વંદનક નામના છઠ્ઠા કર્તવ્યમાં બતાવવા ગુરુ સાથે પ્રતિક્રમણ કરતાં અવશ્ય ગુરુવંદન કરવું. વંદનથી કેવા લાભ થાય, શ્રીકૃષ્ણને કેવો લાભ થયો, કઈ કઈ ક્રિયા કરતાં વંદન કરવું, વંદન કરતાં કેટલા દોષોનો ત્યાગ કરવો, વંદન કરવાની વિધિ શું, અવંદનીય કોને કહેવાય, તેમને વંદન કરવાથી શું નુકશાન થાય, વંદનીય કોને કહેવાય, તેમને વંદન કરવાથી શું લાભ થાય, નિર્દોષ-સદોષ વંદન કરો તો શું ફળ મળે – વગેરે બાબતો બતાવી એમાં શીતલાચાર્યનું દૃષ્ટાંત બતાવ્યું છે.
પ્રતિક્રમણ નામના સાતમા કર્તવ્યમાં પ્રતિક્રમણ ક્યારે કરવું, તેમાં ઉત્સર્ગ-અપવાદ શું, પ્રથમ અંતિમ જિનના શ્રાવકોએ સાધુની જેમ ઉભયકાલ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ, કેવી રીતે પ્રતિક્રમણ કરાય તો અપૂર્વ નિર્જરાનું કારણ બને, વગેરે બાબતો વર્ણવી - એમાં અઈમુત્તા મુનિ તથા પુણ્યપાલરાજાનું દૃષ્ટાંત બતાવવામાં આવ્યું છે.
કાયોત્સર્ગ નામના આઠમા કર્તવ્યમાં કાયોત્સર્ગ શા માટે કરવો જોઈએ, કાયોત્સર્ગ કરવા માટેનાં કારણો, કાયોત્સર્ગના આગારો, અતિચારની અપેક્ષાએ કરાતા વિવિધ કાયોત્સર્ગો, માયાપૂર્વક કરાતા કાયોત્સર્ગથી કર્મબંધ, કાયોત્સર્ગના ફળ વગેરે બાબતોનું વર્ણન કરી એ બાબતે સુભદ્રાનું કથાનક કહ્યું છે.
પચ્ચકખાણ નામના નવમા કર્તવ્યમાં દશ પ્રકારનાં પચ્ચખાણનું વર્ણન, એના પ્રકાર, છ પ્રકારની શુદ્ધિ, છ પ્રકારની અશુદ્ધિ, પ્રત્યાખ્યાનના ગુણ, આગારો રૂપે પ્રત્યાખ્યાન કરનાર અને કરાવનારનાં ભાંગાઓ અને એનાં ફળ, આ લોકના ફળ, ધમ્મિલની કથા, પરલોકના ફળ રૂપે દામન્નકની કથા, પ્રત્યાખ્યાન તારૂપ હોવાથી બાર પ્રકારના તપનું ટુંકું વર્ણન કર્યું છે. મુઠસિ-ગંઠસીના ફળો તેમાં કપર્દી યક્ષનો પૂર્વભવ કહ્યો છે. અત્યંતર તપમાં મુખ્યત્વે સ્વાધ્યાય તપનું વર્ણન કર્યું છે. વિશેષ નોંધનીય બાબતરૂપે અહીં શારીરિક-માનસિક-કાયિક ત્રણ પ્રકારનાં તપનું વર્ણન કર્યું છે.
પૌષધ નામના દશમા કર્તવ્યમાં પૌષધમાં મુખવસ્ત્રિકાની આવશ્યકતા, તેની પ્રતિલેખનાની વિધિ, તેમાં થતા દોષો અને મુખવસ્ત્રિકાના ત્યાગમાં આજ્ઞાભંગ વગેરે દોષનું વર્ણન કર્યું છે.
પર્વના દિવસે જ પૌષધ કરવો તે સિવાયના દિવસમાં ન કરી શકાય એવી ખરતર વગેરે નવતર ગચ્છોની માન્યતાનું શાસ્ત્રાધારે ખંડન કર્યું છે.
પૌષધનું સ્વરૂપ બતાવ્યું છે. પૌષધમાં અતિથિ સંવિભાગ વ્રત કર્યું હોય તો તેની પણ વિધિ જણાવી છે. આ કર્તવ્યને પુષ્ટ કરવા જિનચંદ્ર શ્રાવકનું દૃષ્ટાંત બતાવ્યું છે.
દાન નામના અગ્યારમા કર્તવ્યમાં દાન ધર્મનું મહિમાગાન કરતા પ્રભુએ કેવી રીતે દાનધર્મનું પ્રતિપાદન કર્યું, દીક્ષા સમયે પ્રભુએ કેટલું દાન આપ્યું, તેમજ દાન ધર્મ દ્વારા શ્રાવક જીવનની શુદ્ધિ થાય છે વગેરે પ્રતિપાદન કર્યું છે. વળી “શ્રાવકોએ દાન ન આપવું જોઈએ એવું સ્વમતિકલ્પિત પ્રલાપ કરનારને મહાશ્રાવકો કેવા દાતાર હોય છે અને સાત ક્ષેત્રમાં કેવી રીતે ધન વાવે છે તેનું યોગશાસ્ત્રના આધારે પ્રતિપાદન કર્યું છે. સાત ક્ષેત્રની ભક્તિના પ્રકારો વર્ણવતાં - કેવાં જિનબિંબો ભરાવવાં, તેની કેવા-કેવાં દ્રવ્યોથી પૂજા-ભક્તિ કરવી, - ક્યાં જિનમંદિરનું નિર્માણ કરવું, કેવાં જિનમંદિરોનો જિર્ણોદ્ધાર કરવો,
25