________________
સમ્યક્ત પ્રાપ્ત થતાં જીવને કયા ગુણો પ્રાપ્ત થાય, સમ્યક્તનું મહાભ્ય વગેરેનું પણ વર્ણન કર્યું છે.
આચારસંપન્ન વ્યક્તિને જ સમ્યક્ત હોય એવું નિર્ભિકપણે, સાહસનું અવલંબન લઈ ઉસૂત્ર પ્રરૂપણા કરનારનું આવશ્યક નિર્યુક્તિના પાઠો મુકીને ખંડન કર્યું છે. - ચારગતિમાં અને સુષમાદિ છ આરામાં પણ સમ્યક્ત હોય છે, - અવિરત સમ્યગ્દષ્ટિનાં લક્ષણો બતાવવા દ્વારા, - દાન આપવાના અધિકારમાં અવિરત સમ્યગ્દષ્ટિને જઘન્ય પાત્ર બતાવ્યા છે તે દ્વારા, - કર્મનિર્જરા અધિકારમાં અજ્ઞાની કરતાં સમ્યગ્દષ્ટિને કેટલી વધારે નિર્જરા થાય તે બતાવવા દ્વારા, - સુકૃત અનુમોદનામાં સમ્યગ્દષ્ટિનાં સુકૃતોની અનુમોદના દ્વારા, - આઠ પ્રકારના શ્રાવકમાં અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવકના ઉલ્લેખ દ્વારા અને
- ગુણસ્થાનોમાં ચોથા ગુણસ્થાનકના વર્ણન દ્વારા યુક્તિપૂર્વક પૂવોક્ત કાલ્પનિક મતનું ખંડન કર્યું છે. કઈ પ્રવૃત્તિ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય. તેનું વર્ણન કરી વિક્રમરાજાનું પદ્યમય દૃષ્ટાંત બતાવ્યું છે.
ચારથી નવમા કર્તવ્યમાં : ષડું આવશ્યકનું વર્ણન કર્યું છે.
આરંભનું નિવારણ કરનારા, મનોવૃત્તિને શુભ કરનારા, ઇન્દ્રિયોનો નિરોધ કરનારા, રાત્રિ-દિવસનાં પ્રાયશ્ચિત્ત કરનારા, કર્મનું ભંજન કરનારા, તપ રૂપી ભંડારને પૂર્ણ કરનારા, ભવનો નાશ કરનારા એવા આવશ્યકને ઉભયકાળ અવશ્ય સેવવું જોઈએ એવું જણાવ્યું છે.
ઔષધ જેવા આવશ્યકને જિનકથિત વિધિપૂર્વક કરવાથી જીવ જલ્દી કર્મરોગથી મુક્ત થાય છે વગેરે વાતો દ્વારા આવશ્યકની મહત્તાનું સારી રીતે સ્થાપન કર્યું છે. આ આવશ્યક ગુરુ સાક્ષીએ જે કરવું જોઈએ. ગુરુના અભાવમાં સ્થાપનાચાર્ય સમક્ષ કરવા ભાર મુક્યો છે.
સાધુ અને શ્રાવકની ષડું આવશ્યકની વિધિ શાસ્ત્રોમાં ક્યાંય ભિન્નભિન્ન જોવાઈ નથી એવો ઉલ્લેખ કરી પડું આવશ્યકની ભિન્ન માન્યતા ધરાવનાર પ્રત્યે અરુચિ બતાવાઈ છે.
સામાયિક નામના ચોથા કર્તવ્યમાં ઋદ્ધિમંત અને ઋદ્ધિ વગરના શ્રાવકો માટે શાસન પ્રભાવનાના અંગ રૂપે સામાયિકની ભિન્ન-ભિન્ન વિધિ બતાવી છે.
સામાયિકમાં થતી અશુદ્ધિઓ કઈ છે, શા માટે સામાયિક કરવું. તેનું નિરૂપણ કરી સામાયિકમાં મુખવસ્ત્રિકા-ચરવળો વગેરે ઉપકરણની આવશ્યકતા પૂરવાર કરી બતાવી છે.
પ્રથમ સામાયિક વ્રત ઉચ્ચરી પછી ઇરિયાવહિયા કરવાની માન્યતા ધરાવતા વર્ગને શાસ્ત્ર પાઠો મૂકીને ઇરિયાવહિયા કર્યા પછી જ સામાયિકાદિ અનુષ્ઠાન કરવું કઈ રીતે શાસ્ત્ર શુદ્ધ છે તે સમજાવવાનો ગ્રંથકારે સુંદર પ્રયત્ન કર્યો છે.
કેટલોક વર્ગ સામાયિકમાં મુખવસ્ત્રિકાને બાજુમાં મુકવી અગર મુખવસ્ત્રિકાની આવશ્યકતા જ નથી એવી ભાત્તિ ધરાવે છે. તેમની સામે શ્રાવકની ઔધિક ઉપધિમાં અને સાધુની ઔપગ્રહિક ઉપધિમાં રજોહરણમુખવસ્ત્રિકાની અનિવાર્યતા બતાવતા શાસ્ત્રપાઠો તેમજ વ્યવહાર સૂત્ર, વંદનક ભાષ્ય, મુખવસ્ત્રિકા કુલક વગેરેના શાસ્ત્રપાઠો ટાંકી મુહપત્તિની આવશ્યકતાનું સ્થાપન કર્યું છે,
સામાયિકની પરાકાષ્ઠા માટે દમદંતનું કથાનક તેમજ દાન કરતાં પણ સામાયિક મહા ફળદાયક છે. તે બતાવવા વૃદ્ધ સ્ત્રીનું કથાનક બતાવવામાં આવ્યું છે.
24