________________
: ગ્રંથ-વિષય વર્ણન :
કરવા યોગ્ય વૃત્તિ-પ્રવૃત્તિને કર્તવ્ય કહેવાય છે અને તેવાં છત્રીસ કર્તવ્યો આ ગ્રંથમાં બતાવવામાં આવ્યાં છે.
એક અપેક્ષાએ વિચારીએ તો ‘જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી' એ એક જ કર્તવ્ય બતાવ્યું છે, બાકીનાં કર્તવ્યો આજ્ઞાના પ્રકારરૂપે છે જ્યારે બીજી અપેક્ષાએ વિચારીએ તો ભિન્ન-ભિન્ન સાધકોને આંખ સામે રાખી ૩૬-૩૬ કર્તવ્યો બતાવવામાં આવ્યાં છે.
તેમાં પહેલું કર્તવ્ય છે : ‘જિનેશ્વર ભગવંતની આજ્ઞા માનવી'
જૈન શાસનમાં જિનાજ્ઞા જ સર્વસ્વ છે. જિનાજ્ઞા જ સાધનાનો પ્રાણ છે, જિનેશ્વર ભગવંતે કહેલી ક્રિયાને પણ જિનાજ્ઞા જ કહેવાય છે, હિતની પ્રાપ્તિરૂપ આદેશને પણ જિનાજ્ઞા કહેવાય છે, અભિયોગપૂર્વકના આદેશને પણ આજ્ઞા જ કહેવાય છે. વિધિ-નિષેધરૂપ આદેશ, તીર્થંક૨-ગણધર પ્રણિત ઉપદેશ, દ્વાદશાંગી, સર્વજ્ઞ વચન, આગમાનુસા૨ી ઉપદેશ. આ બધાને આજ્ઞા કહેવાય છે.
સર્વ કાળમાં સર્વ જીવોએ ક૨વા યોગ્ય જો કાંઈ હોય તો એક માત્ર આજ્ઞાનું પાલન કરવા યોગ્ય છે. સાધુ ભગવંતોનું તો સમગ્ર જીવન આજ્ઞામય હોય જ છે. શ્રાવકોનું જીવન પણ યથાશક્તિ જિનાજ્ઞામય હોય છે. આ આજ્ઞાના પાલનથી કેવા-કેવા લાભો થાય છે, આજ્ઞાની વિરાધનાથી કેવા-કેવા અપાયો થાય છે. આજ્ઞામાં પણ હીન-અધિક કસ્યાથી કેવાં નુકશાનો થાય છે, આશા રહિત કરાયેલો કઠોર તપ કે અનુષ્ઠાન પણ અનંત સંસારનું કા૨ણ બને છે વગેરે બાબતો વિવિધ ગ્રંથોનાં શાસ્ત્રપાઠો મુકીને સુંદર રીતે સમજાવવામાં આવી છે.
આદર-બહુમાનપૂર્વક એક પણ જિનાજ્ઞા પાળવાથી કેવા લાભો થાય છે તે જણાવવા બ્રહ્મસેન શ્રાદ્ધનું દૃષ્ટાંત, સમજીને આજ્ઞાની વિરાધના ક૨વાથી કેવું ભવભ્રમણ થાય છે તે સમજાવવા સાવઘાચાર્યનુ કથાનક અને દત્ત શ્રેષ્ઠિને આ લોકનું હિત ઈચ્છનારા પિતાની આજ્ઞા પાળવાથી કેવી સુખ-સમૃદ્ધિ મળી તેનું વર્ણન કરીને પ્રભુની આજ્ઞા પાળવાથી કેવા લાભ થાય તેના દ્વારા ભાર મુકવામાં આવ્યો છે.
બીજા અને ત્રીજા કર્તવ્યમાં મુખ્યત્વે આજ્ઞા બે પ્રકારની જિનાજ્ઞાઓ વર્ણવેલી છે : મિથ્યાત્વનો ત્યાગ કરવો અને સમ્યક્ત્વનો સ્વીકાર કરવો.
મિથ્યાત્વ નામના બીજા કર્તવ્યમાં સમસ્ત જીવો ઉ૫૨, સર્વ દેશ-પ્રદેશ-ગતિ અને યોનિમાં મિથ્યાત્વનું કેવું અસ્ખલિત સામ્રાજ્ય છે, સઘળાય કર્મોમાં મિથ્યાત્વ મહત્તમ છે. મિથ્યાત્વના ક્ષય વગર સઘળાં કર્મોનો ક્ષય શક્ય નથી, મિથ્યાત્વ અનર્થ ક૨ના૨ છે, ત્યાગવા યોગ્ય છે વગેરે બાબતો જણાવી ચૌદ ગુણસ્થાનકોમાં શા માટે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, તે શંકાનું સુંદર સમાધાન કર્યું છે. ઉપદેશપદની વૃત્તિના આધારે મિથ્યાત્વના સાત પ્રકારો અને કેવી પ્રવૃત્તિ ક૨વાથી પાંચ પ્રકારના મિથ્યાત્વમાંથી ક્યું મિથ્યાત્વ લાગે તેનું પણ પ્રાચીન કર્મગ્રંથનાં આધારે સુંદર વર્ણન કર્યું છે. અતિ કઠિનતા, નિસતા, નિવિવેંકિતા અને નિરુપકારિતા જેવાં મિથ્યાત્વનાં ચિહ્નો પણ બતાવવામાં આવ્યાં છે. મિથ્યાત્વનો ત્યાગ કરવા જમાલીનું દૃષ્ટાંત આપી મિથ્યાત્વના ત્યાગમાં જ સુખની પ્રાપ્તિ છે, તેવું સિદ્ધ કરવા પ્રયત્ન કરાયો છે.
સમ્યક્ત્વ નામના ત્રીજા કર્તવ્યમાં : કામઘટ-કામઘેનુ-ચિંતામણિ વગેરેની પ્રાપ્તિ, દેવલોકની પ્રાપ્તિ, એકછત્રી સામ્રાજ્યની પ્રાપ્તિ આ બધાની પ્રાપ્તિ કરતાં પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ દુર્લભતર છે તે બતાવી સમ્યક્ત્વના એક-બે-ત્રણ-ચાર-પાંચ - દશ અને ૬૭ ભેદોનું વર્ણન કર્યું છે.
23