________________
કથાઓ પ્રાકૃતમાં તો કેટલીક કથાઓ સંસ્કૃતમાં ગ્રહણ કરવામાં આવી છે. કેટલીક કથાઓ સંસ્કૃત હોવા છતાં તેમાં કેટલાંક વાક્યો પ્રાકૃતમાં પણ છે. કેટલીક કથાઓ ગાથાના શબ્દાર્થને સ્પષ્ટ કરવા રૂપે પણ મુકાઈ છે. કેટલીક અપ્રચલિત કથાઓ પણ છે તો કેટલીક પ્રચલિત કથાઓ પણ છે. કોઈક કથાઓમાં બે કથા ભેગી થઈ ગઈ હોય તેવી સંભાવના પણ લાગે છે. ઘણી કથાઓમાં પાઠો છુટી ગયેલા છે. શબ્દશ: જે કથાઓ મળી છે તે પાઠોની પૂર્તિ કરી છે. જે નથી મળી તે કથાઓમાં અર્થની દૃષ્ટિએ જરૂરી પાઠો કાઉસ કરીને સંપાદક ઉમેરો કર્યો છે. કોઈક કથામાં વાક્ય તોડીને વચ્ચે શ્લોકો ઉમેરવામાં આવ્યાં છે. તો કોઈક કથા બીજા ગ્રંથમાં સંસ્કૃત પદ્ય મય હોય તેનાં અમુક સ્થળો શ્લોકો છોડીને આખી કથાને ગદ્ય-પદ્યમય ગ્રહણ કરી હોય તેવું પણ જોવા મળ્યું છે. કથામાં ઘણા સ્થળે વિભક્તિઓ અને વાક્ય રચનાઓમાં અશુદ્ધિઓ જણાઈ હતી. જે અર્થ સંગતિથી શુદ્ધ કરી છે. આ શુદ્ધિકરણમાં ઘણી જહેમત લેવી પડી છે. મેં મારી બુદ્ધિ-વિવેક-બોધ અને મળેલા સમયમર્યાદા આદિના આધારે શક્ય પ્રયત્ન ગ્રંથને શુદ્ધ-પ્રમાણભૂત બનાવવા પ્રયત્ન કર્યો છે.
આ ગ્રંથના સંપાદનમાં મારા અંતેવાસી મુ. શ્રી મતિરત્નવિજયજી, મારા શિષ્યરત્નો મુ. શ્રી રત્નયશવિજયજી તથા મુ. શ્રી મંગળયશવિજયજીનો અને ગ્રંથના લિખંતર અને શુદ્ધિકરણમાં સાધ્વીજી શ્રી રાજનંદિતાશ્રીજી મ. તેમજ સાધ્વીજી શ્રી પ્રશમિતાશ્રીજી મહારાજનાં શિષ્યા સા. શ્રી જિનેશપ્રજ્ઞાશ્રીજી મ. અને સા. શ્રી વિશુદ્ધપ્રજ્ઞાશ્રીજી મ.નો પણ ખૂબ સહકાર મળ્યો છે. તેમણે કરેલી જ્ઞાનની ભક્તિની ખૂબ અનુમોદના
આ ગ્રંથમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો વિઠ્ઠનો તે અંગે અમારું ધ્યાન દોરે એવી વિનંતિ છે, જેથી આ સામગ્રી વધુ સંશુદ્ધ બની વધુ સંઘ હિતકારી બની શકે.
શ્રાવક જીવનના છત્રીસ કર્તવ્યોના ઉપદેશ રૂપ આ ગ્રંથના પઠન પાઠન દ્વારા સહુ કોઈ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે, પ્રભુ આજ્ઞાને જીવન મંત્ર બનાવે, કર્તવ્યોમાં પરાયણ બને, વિપુલ કર્મ ક્ષય કરી, શિવગામી બને એ જ એક શુભાભિલાષા...
સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી વર્ષ વિ.સં. ૨૦૬૮, આસો વદ-૪ શનિવાર, તા. ૩-૧૧-૨૦૧૨ ધર્મનગરી, અમદાવાદ પૂ.આ.શ્રી ગુણયશસૂરિ તૃતીયવાર્ષિક સ્વર્ગારોહિણદિન
જૈન શાસન શિરતાજ દીક્ષાયુગ પ્રવર્તક
તપાગચ્છાધિરાજ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ ગુરુગચ્છ વિશ્વાસધામ, પૂજ્ય આચાર્યદેવ
શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો
ચરણ ચંચરીક વિજય કીર્તિયશસૂરિ