Book Title: Mannaha Jinan Aanam Swadhyay
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ સઝાય સમો નOિ તવો સ્વાધ્યાયોચિતમ્ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ અનંત સંસારમાં અનંત કાળથી રઝળતાં અનંત દુઃખોને ભોગવતા આત્માઓને અનંતકાળ માટે અનંત-સુખના સ્વામી બનાવવાના મહાન આશયથી ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાવિદેહ ક્ષેત્રોમાં કાયમ માટે આવા ધર્મતીર્થ સ્થાપક અરિહંતોની વિદ્યમાનતા હોવાથી ત્યાં ધર્મતીર્થ પણ કાયમ માટે હોય છે. જ્યારે ભારત અને ઐરાવત ક્ષેત્રોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ચોવીશચોવીશ અરિહંત પરમાત્માઓ ચોક્કસ સમયના અંતરે ક્રમશ: થઈ ધર્મતીર્થની સ્થાપના કરતા રહે છે. આપણા આ ભરત ક્ષેત્રમાં, ચાલુ અવસર્પિણી કાળમાં ચોવીશમા શ્રી મહાવીર સ્વામી અરિહંત પરમાત્માએ આજથી (વિ.સં. ૨૦૬૯ની અપેક્ષાએ) ૨૫ડ૯ વર્ષ પૂર્વે અપાપાપુરીમાં ધર્મતીર્થની સ્થાપના કરી, જે કાળની અપેક્ષાએ કુલ ૨૧૦૦૦ વર્ષ સુધી અખંડપણે પ્રવર્તી અગણિત આત્માઓને અનંત દુ:ખથી મુકાવી અનંત સુખમય મુક્તિની પ્રાપ્તિ કરાવી રહ્યું છે. ધર્મતીર્થની સ્થાપના ત્યારે જ થાય કે જ્યારે ગણધર થવા યોગ્ય પુણ્યાત્મા પ્રભુ વચને પ્રતિબોધ પામી સર્વસંગનો ત્યાગ કરી પ્રભુના વરદ હસ્તે સુદીક્ષિત બની તત્ત્વ જિજ્ઞાસારૂપે ત્રણ પ્રશ્નો પૂછે છે. પ્રભુ એ પ્રશ્નોના સમાધાન ત્રણ વાક્યો દ્વારા કરે છે. આ ત્રણ વાકયોને ‘ત્રિપદી' કહેવામાં આવી છે. ત્રિપદી માત્રના આદાન-પ્રદાનની પ્રક્રિયાથી પ્રભુનો અનંત અનુગ્રહ એ મહાત્માઓ પર વરસે છે, જેથી એક અંતર્મુહૂર્ત જેટલા (૪૮ મિનિટથી ઓછા) સમયમાં જ તેઓ સંપૂર્ણ શ્રુતજ્ઞાનમયી દ્વાદશાંગીની રચના કરે છે. પ્રભુ કેવળજ્ઞાનથી એ શ્રુતને નિર્દોષ જાણી એના ઉપર મહોરછાપ લગાવી ગણધરોને તેના પ્રચાર-પ્રસારની આજ્ઞા આપે છે. આ દ્વાદશાંગી જ ધર્મતીર્થ યા જૈનશાસનનું બંધારણ બને છે. સર્વજ્ઞ શાસનની પ્રત્યેક આરાધનાપ્રભાવના-સુરક્ષાનાં કાર્યો આ જ બંધારણની ચોખટમાં રહીને ચતુર્વિધ શ્રીસંઘે કરવાનાં રહે છે. આની મર્યાદામાં જે રહે તે પોતાના સુખને સ્વાધીન કરે. જે આ બંધારણની આમન્યાને ફગાવે તે અનંતના ચકરાવામાં ફંગોળાઈ ફરી ફરી દુ:ખ પામે. ધર્મતીર્થ કહો કે જૈન શાસન કહો, એક જ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રરૂપ મોક્ષમાર્ગ યા સમ્યગ્દર્શ-જ્ઞાન-ચારિત્ર-તપરૂપી સાધનામાર્ગ પણ એનાથી અલગ નથી. ક્યાંક જ્ઞાન-ક્રિયા અગર શ્રુતશીલ રૂપે પણ એનું વર્ણન છે તો વળી ક્યાંક યોગ, અધ્યાત્મ વગેરે નામે પણ એ જ મુક્તિમાર્ગ વર્ણવવામાં આવ્યો છે. જૈનશાસનની આરાધનાના મુખ્યત્વે બે વિભાગ પડે છે. ૧-સર્વવિરતિ, સર્વસંયમ, દીક્ષા, પ્રવ્રજ્યા, મહાભિનિષ્ક્રમણરૂપ સંપૂર્ણ ત્યાગપૂર્વકનો વૈરાગ્ય માર્ગ અને ર-સમ્યકત્વપૂર્વક દેશવિરતિ, અણુવ્રત, શ્રાવક જીવન, અલ્પ (દેશ) ત્યાગપૂર્વકના આમ છતાં ય સંપૂર્ણ ત્યાગની ભાવનાપૂર્વકનો વૈરાગ્ય માર્ગ. પ્રથમ વિભાગમાં સાધુ અને સાધ્વીજી ભગવંતોનો સમાવેશ થાય છે. તો બીજા વિભાગમાં શ્રાવક અને શ્રાવિકાઓનો સમાવેશ થાય છે. સાધુ-સાધ્વી હોય કે શ્રાવક-શ્રાવિકા સૌ કોઈ વૈરાગી જ હોય. ત્યાગની માત્રામાં જ ફરક, ત્યાગની 11

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 468