Book Title: Maja Aavi Gai Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 2
________________ જવાબ આપ. જો તારા કરતાં વધુ પાપીને તારા કરતાં વધુ સુખી જોઈને તને અંતરમાં વેદના થાય છે અને તને એમ લાગે છે કે કુદરતમાં શું આવું અંધેર જ ચાલતું હશે? તારા કરતાં વધુ ધર્મીને, તારા કરતાં વધુ દુઃખી જોઈને ય તને એવી જ વેદના થાય છે એમ ને? દર્શન, એટલું જ કહીશ તને કે મનની આ બદમાશીના શરણે તું ભૂલેચૂકે ચાલ્યો ન જતો. મન હકીકતમાં તને ધર્મમાર્ગે જવા દેવા નથી માંગતું, ધર્મ પ્રત્યેની તારી શ્રદ્ધાને સ્થિર થવા દેવા નથી માગતું, “ધર્મ પ્રબળ તાકાતપ્રદ છે' પ્રભુના એ વચન પાછળ તને પાગલ બનવા દેવા નથી માગતું. બાકી, એક વાત આંખ સામે રાખજે કે આજે તારે ઉપવાસ હોવા છતાં ય તારા શરીરમાં ર્તિ હોઈ શકે છે કારણ કે ગઈકાલે તે પેટમાં સાલમપાક પધરાવ્યો હતો. આનો તાત્પર્યાર્થ તું સમજી જજે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 100