Book Title: Kshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Author(s): Rasesh Jamindar
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 11
________________ ઋણસ્વીકાર આ ગ્રંથ આપના કરકમળમાં જ્યારે અમે મૂકીએ છીએ ત્યારે અમે અમારા એવા પૂર્વસૂરિઓને અમારી શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ ભાવપૂર્વક સમર્પિત કરીએ છીએ કે જેમનાં લખાણોએ અને યોગદાને અમને ઘણાં પ્રેરણા અને સહાય અંકે કરવામાં પરોક્ષ રીતે મદદ કરી છે. આવા પૂર્વાચાર્યો છે : પંડિત ભગવાનલાલ ઇંદ્રજી, એડવર્ડ જેમ્સ રેપ્સન, જેમ્સ બર્જેસ, રામકૃષ્ણ ગોપાલકૃષ્ણ ભાંડારકર, દત્તાત્રેય રામકૃષ્ણ ભાંડારકર, વાસુદેવ વિષ્ણુ મિરાશી, દિનેશચંદ્ર સરકાર, સુધાકર ચટ્ટોપાધ્યાય, સત્યશ્રાવ વગેરે. જેમણે પ્રત્યક્ષ રીતે સહાય પૂરી પાડી છે તેવા પણ હવે વિદ્યમાન નથી એવા પ્રેરણાદાયી ગુરુઓ પ્રત્યે પણ આદરભરી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ : પંડિત સુખલાલજી, આચાર્ય પુણ્યવિજયજી, આચાર્ય જિનવજિયજી, હસમુખ ધીરજલાલ સાંકળિયા પરમેશ્વરીલાલ ગુપ્ત, રામલાલ પરીખ, સદાશંકર શુક્લ, રમણલાલ નાગરજી મહેતા, મનુભાઈ ભટ્ટ, ઉમાકાન્ત શાહ ઇત્યાદિ. આ ગ્રંથનાં નિરૂપણ અને આલેખન વાતે જેઓએ પ્રત્યક્ષ રીતે અનેકવિધ સહાય અમને કરી છે તે સહુ સન્મિત્રો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત ના કરું તો નગુણો જ કહેવાઉને વિદ્યાવાચસ્પતિના શોધકાર્યમાં અથેતિ માર્ગદર્શન આપનાર ગુરુવર્ય મુરબ્બી હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી; શોધકાર્યના પ્રત્યેક તબક્કે સક્રિય મદદ કરનાર સર્વશ્રી છોટુભાઈ અત્રિ, મુકુંદ રાવલ, જયેન્દ્ર નાણાવટી(હવે સંગત), સૂર્યકાન્ત ચૌધરી; આ ગ્રંથને આ સ્વરૂપે પ્રકાશિત કરવાની પ્રેરણા આપનાર સન્મિત્ર મધુસૂદન ઢાંકી, ગ્રંથને ઝડપથી પ્રકાશમાન બનાવનાર પ્રિય મિત્ર જિતેન્દ્ર શાહ, ગ્રંથોને સુલભ કરી આપનાર અને વારનવાર સૂચન કરનાર ગુરુભગિની ભારતીબહેન શેલત, એવા જ બીજા ગુરુબંધુ મિત્ર પ્રવીણભાઈ પરીખ, ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનના ગ્રંથાલયના સહુ સેવકો, ભૂજ સંગ્રહાલયમાં સુરક્ષિત ક્ષત્રપ શિલાલેખોના ફોટોગ્રાફસ સંપડાવી આપનાર નરેશ અંતાણી, દેવની મોરીના ફોટાઓ ટૂંકા સમયમાં ઉપલબ્ધ કરાવી આપનાર મ. સ. યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગના વર્તમાન અધ્યક્ષ કુલદીપ ભાણ, ક્ષત્રપ સિક્કાના મહત્ત્વના ફોટોગ્રાફસ સંપડાવી આપનાર સિક્કાવિદ મિત્ર ડૉ. દિલીપ રાજગોર, આ ગ્રંથને નવસેરથી પ્રકાશિત કરવાની પરવાનગી આપવા કાજે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અરુણભાઈ દવે, કુલસચિવ રાજેન્દ્ર ખિમાણી, વિકાસાધિકારી પિયુષભાઈ શાહ અને જરૂરી ગ્રંથસહાય પૂરી પાડનાર ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગનાં મારાં પૂર્વસાથી ડૉ. બિંદુવાસિની જોશી, તથા આ ગ્રંથને સુઘડ રીતે પ્રકાશનક્ષમ બનાવવામાં સક્રિય એવા શારદાબહેન ચિમનલાલ શોધ સંસ્થાનના સહુ મિત્રો, આ સહુનો અંતરથી આભાર માનું છું. જેમણે અખંડ સક્રિય, સહકાર અને સહાય આપ્યાં છે તેમ જ સમયની સુવિધા કરી આપી છે તે મારાં જીવનસખી અ. સૌ. મીના જમીનદારનો અને અમારા પરિવારનો હૃદયતાથી આભાર માનું છું. બી૧૦, વસુ એપાર્ટમેન્ટ્સ રસેશ જમીનદાર શ્રીજી પેલેસ સામે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 464