________________
કલા સ્થાપત્ય, સિક્કાવિજ્ઞાન, સાહિત્ય, ધર્મ–શિક્ષણના વિકાસમાં વજલેપી અસર છોડી છે અને તેથી તે વિશે નવસેરથી નિરૂપણની અત્યાવશ્યકતા મનમાં ઝંકૃત થયા કરતી હતી.
તેવા સમયે મારા સન્મિત્ર મધુસૂદન ઢાંકીની પ્રેરણાથી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના અધ્યક્ષ ડૉ. જિતેન્દ્ર શાહે મારા ગ્રંથને નવા રૂપરંગે પ્રકાશિત કરવાની ઇચ્છા પ્રદર્શિત કરી અને તેનાં પરિણામ તે આ ગ્રંથ. ત્રીસ વર્ષના દીર્ઘકાલ દરમ્યાન મારા મનોકાશમાં જે જ્ઞાનઝબકારા થતા રહેતા હતા તે બધાને છેલ્લામાં છેલ્લી ઉપલબ્ધ અને જ્ઞાત સામગ્રીના સંદર્ભે અદ્યતન અને અભિનવ આકારથી મઢવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. હા, મૂળગ્રંથની આ બીજી આવૃત્તિ નથી જ નથી. બધી રીતે,–અભિગમ, રજૂઆત, પ્રકરણવિભાજન, અર્થઘટન વગેરે-આ ગ્રંથ નવેસરથી નિરૂપાયેલો આ વિષય વાસ્તુનો અભિનવ ગ્રંથ છે.
| ગુજરાતનો ઇતિહાસયુગ દીર્ઘકાલીન છે; એમાંય એનો પૂર્વકાલ વિસ્તૃત સમયપટ ઉપર પથરાયેલો છે. અને તેમાં ક્ષત્રપકાલ(ઈસ્વી ર૩થી ૪૧૫), મૈત્રકકાલ (ઈસ્વી ૪૭૦થી ૭૮૮) અને સોલંકીકાલ (૯૪૨થી ૧૩૦૪) જેવા ત્રણ લાંબા ઉજ્જવળકાલ ધ્યાનાર્ય છે. આ ત્રણેયમાં ક્ષેત્રપાલે સહુથી વધુ સમય અંકે કર્યો છે. માત્ર ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિમાં જ નહીં પરંતુ ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના પૂર્વકાલમાંય ક્ષત્રપોનું શાસન એક માત્ર દીર્ઘકાલીન શાસનનું સન્માન ધરાવે છે. આમ તો ગુજરાતના ઇતિહાસનો પૂર્વકાલ ઇસ્વીપૂર્વે ૩૦૦થી આરંભી ઇસ્વીસન ૧૩૦૦ સુધીના સોળ શતકનો વિસ્તાર ધરાવે છે. તેમાં ચાર શતક સુધી શાસન કરવાનો યશ માત્ર ક્ષત્રપ શાસકોને ફાળે જાય છે એ બાબત ધ્યાનાર્હ રહેવી જોઈએ. આ દષ્ટિએ આપણા આ ગ્રંથનું સ્થાન મૂલ્ય મહત્ત્વ ધારણ કરે છે, અને તેથી આ ગ્રંથનું આલેખન પણ ધ્યાનયોગ્ય ગણી શકાય. ભૌગોલિક લાક્ષણિકતાઓ અને માનવસંસ્કૃતિની વિશેષતાઓને કારણે ગુજરાતનો પૂર્વકાલીન ઇતિહાસ ભારતના પૂર્વકાલીન ઇતિહાસની લઘુઆવૃત્તિ સમાન છે.
આ ગ્રંથને પૂર્વસૂરિઓનાં યોગદાનનો સારો લાભ સંપ્રાપ્ત થયો છે. ક્ષત્રપોના રાજકીય ઇતિહાસનું શ્રદ્ધેય નિરૂપણ પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ આપણને સંપડાવી આપ્યું છે, તો સિક્કાઓની સમીક્ષા અંગ્રેજ વિદ્વાન એડવર્ડ જેમ્સ રેપ્સને પ્રસ્તુત કરી છે અને લલિતકલાનાં આલેખન વિશે બસનું પ્રદાન હાથવગું છે. આ પછી ક્ષત્રપો વિશે આવાં અધિકૃત નિરૂપણ વિગતે થયાં નથી તેમ જ તે પછીના એક સૈકા દરમ્યાન આ વિષયને ઉપયોગી ઘણી સાધનસામગ્રી હાથવગી થતી રહી છે. ઉપર્યુક્ત ત્રણ બાબતોને બાદ કરતાં આ અંગેના અન્ય મુદ્દાઓ આવૃત રહેલા, જેને અનાવૃત કરવાની તાતી જરૂર હતી. આથી, આ ગ્રંથલેખકે છેલ્લા સાડા ચાર દાયકા દરમ્યાન આ વિશે જે મનન–ચિંતન-મથામણ–અર્થઘટન કર્યા તેના પરિણામ પ્રસ્તુત ગ્રંથમાં છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વાચાર્યોનાં અન્વેષિતકાર્યોની સક્ષમ પીઠિકા ઉપર આ ગ્રંથની ઇમારત નિર્માણ પામી છે. ઇતિહાસાલેખનમાં વર્ણનપ્રધાન શૈલીને સ્થાને ચિંતનપ્રધાન નિરૂપણ અને અર્થઘટિત આલેખન ઉપર વધારે ઝોક હોવો જરૂરી છે તે બાબતને આ ગ્રંથની રજૂઆતમાં જાગતિક રીતે ધ્યાનમાં લીધી છે. વિશેષ તો મૂલગત સાધનોનો વિનિયોગ કરીને ક્ષત્રપ સમયના ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનાં સર્વાગી નિરૂપણથી આ ગ્રંથનું કાઠું મૂઠી ઊંચેરું બની શક્યું છે તેવી નમ્રભાવે ભાવાભિવ્યક્તિ કરવાની રજા લઉં છું. હા, આ ગ્રંથ અંતિમ શોધકાર્ય છે એવું ખસૂસ કહી શકાય નહીં, સમયાંતરે એમાં સુધારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org