Book Title: Kshatrapkalin Gujarat Itihas ane Sanskruti Author(s): Rasesh Jamindar Publisher: L D Indology Ahmedabad View full book textPage 8
________________ અમ્મદીયમ્ ઇતિહાસ એ જ્ઞાનનું વિજ્ઞાન છે. જ્ઞાન એ માનવીએ અતીતમાં અંકે થયેલો અનુભવ છે. તેથી ભૂતકાળમાં ઘટેલી ઘટના એ જ્ઞય છે. એ ઘટનાને જાણવાની ઇચ્છા ધરાવનાર જિજ્ઞાસુ તે જ્ઞાતા છે. આથી, વ્યક્તિ જે વિચારો અભિવ્યક્ત કરે છે તેમાં જ્ઞાન નિહિત છે. આમ, ઇતિહાસનાં અધ્યયન એટલે જ્ઞાનની સાધના. આવી સાધના સામાન્યતઃ અને વિશેષતઃ સ્થળ અને કાળના સંદર્ભમાં શક્ય બને છે. આપણે આ ગ્રંથમાં આવા જ એક સ્થળ (ગુજરાત) અને કાળ (ઈસ્વીની પ્રથમ ચાર સદી)ના સંદર્ભે ઇતિહાસ અને સંસ્કૃતિનાં સર્વગ્રાહી પાસાંઓનાં અવેષિત અર્થઘટન પ્રસ્તુત કરવાનું મુનાસિબ ગયું છે. ત્યારના પશ્ચિમ ભારતના ઘણાબધા પ્રદેશોનાં અને વર્તમાને ખાસ કરીને ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના ઘડતરમાં પશ્ચિમી ક્ષત્રપોથી ઓળખાતા શક જાતિના વિદેશી શાસકોએ સંપૂર્ણ ભારતીય પરિવેશમાં ઊજાગર થઈને જે યોગદાન પ્રસ્તુત કર્યું હતું તે મિષે આછું અને ઓછું આલેખન થયું હોઈ, અને તેય મુખ્યત્વે તો આંગ્લ ભાષામાં; તે બાબતને ધ્યાનાર્ડ ગણીને ૧૯૬૧માં જયારે વિદ્યાવાચસ્પતિની પદવ્યર્થે વિષય-પસંદગી અન્વેષણનિબંધ કાજે નિર્ણિત કરવાની થઈ ત્યારે ગુરુવર્ય પ્રાધ્યાપક હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીના સૂચનથી ગુજરાતમાં શાસનસ્થ રહેલા ક્ષત્રપો વિશે શોધસંધાન કરવાનું ઉચિત ગણેલું. ૧૯૬૬માં શોધનિબંધ ગુજરાત યુનિવર્સિટીને, માતૃસંસ્થા શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન સંસ્થા મારફતે, સુપરત કરેલો અને જેનું પરિણામ ૧૯૬૭માં પ્રાપ્ત થયેલું. સ્વભાવ મુજબ તે પછી આ બાબતે હું ચિંતન અને મનન કરતો રહ્યો હતો અને તત્સંબંધિત ઘણા કોયડા વિશે શોધકાર્ય થતાં રહેતાં હતાં. ૧૯૭૨માં રાષ્ટ્રકક્ષાએ ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ હિસ્ટોરિકલ રિસર્ચ'ની સ્થાપના થતાં અને એણે પ્રથમ તબક્કે સ્વીકારેલ નવ શોધનિબંધને પ્રકાશનઅનુદાન આપવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે મારા શોધનિબંધનો તેમાં સમાવેશ થયેલો. ગૂજરાત વિદ્યાપીઠે આ અનુદાનના સંદર્ભે ૧૯૭૫માં “ક્ષત્રપકાલનું ગુજરાત' ગ્રંથ પ્રકાશિત કરેલો ત્યારે તે પ્રકાશન મહાનિબંધનું કેવળ યથાતથ મુદ્રિકરણ ન હતું પણ નવેસરથી આલેખાયેલો શોધિત આકાર હતો. રજૂઆત, અભિગમ, અધ્યાય-વિભાજન, અર્થઘટન એમ બધી રીતે તેમાં ઘણાં અભિનવ પાસાં પ્રસ્તુત થયાં હતાં. ત્રણ દાયકા દરમ્યાન આ વિષય પરત્વે શોધસામગ્રી સમયે સમયે હાથવગી થતી રહી; તેમ મેં પ્રસ્થાપિત કરેલા અને સ્વીકારેલા પ્રસ્થાપિત સિદ્ધાન્તમાં પુનર્વિચારણા જરૂરી જણાઈ. પરિણામે મારાં લખાણમાં ઘણાબધા સુધારા-વધારાનો અવકાશ જણાયો અને ઘણા કોયડાને અભિવ્યક્તિ આપ્યા વિના આ વિશાળ વિસ્તારના (ઉત્તરે પુષ્કરતીર્થથી દક્ષિણમાં નાસિકતીર્થ પર્યત અને પૂર્વમાં ઉજ્જયિનીતીર્થથી પશ્ચિમમાં નારાયણ સરોવરતીર્થ સુધીના) સાંસ્કૃતિક ઘડતરનો અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાનનો વિચાર કરવો અશક્ય નહીં તો દૂરસ્થ બની રહે. શક જાતિના પશ્ચિમી ક્ષત્રપોથી ઓળખાતા આ ગુર્જર શાસકોએ આ મહાભૂભાગનાં સંસ્કાર, સંસ્કૃતિ, ઇતિહાસ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 464